સમાજમાં દીકરીઓને સુરક્ષિત રાખવી હોય તો દોષિતને જામીનમુકત કરવો યોગ્ય નથી.

સમાજમાં આજે મહિલાઓ પર અવારનવાર એસિડની ધટના બની રહી છે. આ પણ મહિલાઓ આજે પણ કહેવાતા સભ્ય અને શિક્ષિત સમાજમાં આ રીતે મહિલાઓની સતામણી કરવામાં આવી રહી છે.ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આવી ધટનાઓની ગંભીરતાથી નોંધ લીધી છે. હાઈકોર્ટે કહ્યુ કે, એસિડ એટેકનાં દોષિતને જામીનમુકત કરવો યોગ્ય નથી.

હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે, પ્રેમમાં ના પાડે તો દીકરી પર એસિડ ફેંકવાની હિંમત કરનારા વ્યકિતને સજા થયા બાદ જામીનમાં હાલ રાહત આપવી યોગ્ય ગણાય નહિં. આપણે સમાજમાં દીકરીઓને સુરક્ષિત જોવા માંગીએ છીએ.,ડર કે પીડામાં જીવાડવા નથી માંગતાં, એસિડ એટેક કરવાનો વિચાર જ કેવી રીતે આવી શકે.

ધટના એવી છે કે ૨૦૧૫ની અમદાવાદની અમરાઈવાડીમાં જયેશ નામનો એક શખ્સ એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ બાંધવા ઈચ્છતો હતો. પરંતુ પરિણીતાએ ના પાડી હતી. ત્યારે ગુસ્સે થઈને યુવકે મહિલા પર રાતે એસિડ એટેક કયૉ હતો.આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને દસ વર્ષની સજા ફટકારી હતી. જેની સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.