કેટલાંક સમયથી કૌભાંડો સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાંથી ભેળસેળ યુક્ત દૂધનું વિતરણ નો પદાઁફાશ થયો હતો. સુરતનાં અલથાન ખાતેથી પોલીસે ખાધતેલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, એકસપાયરી ડેટ વાળું ખાધતેલ વેચવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે ખટોદરા પોલીસે અલથાન ખાતે આવેલાં ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.
જેમાં ખાધતેલનાં ડબ્બાઓ પર એકસપાયરી ડેટ મળી આવી હતી. પોલીસે આવા ૭૫ નંગ તેલનાં ઙબ્બા જપ્ત કર્યો છે. આ કૌભાંડ માટે બિહારથી ખાસ એકસપાયરી ડેટનું ખાધતેલ સુરત લવાતું હતું. જયાં તેઓ એકસપાયરી ડેટનાં સ્ટીકર હટાવી અમૃત રિફાઈન્ડ અને સૂયઁમુખી તેલનાં નવી તારીખો સાથે લાવતાં હતાં.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
આ મામલે પોલીસે ગોડાઉનનાં માલિક આશિષ ગેહાની ધરપકડ કરી હતી. જો કે તેને ગણતરીનાં કલાકોમાં જામીન મળી ગયાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.