વતઁમાન સમયમાં ઈલેક્ટ્રીક વાહનોનાં ઉપયોગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. અને તેમાં પણ પયાઁવરણનાં જતન અને વાયુ પ્રદૂષણને ધ્યાને રાખી કેન્દ્ર અને રાજય સરકાર પણ ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગ ઉપર ભાર મૂકી રહી છે. જે અંતર્ગત ઈલેક્ટ્રીક વાહન ચાજિઁગ પોલીસીને એેએમસીની કારોબારી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. જે અંગે આવતીકાલે મળનારી બેઠકમાં આખરી નિર્ણય કરવામાં આવશે.
જે અંતર્ગત આવનારા ત્રણ મહિનામાં શહેરમાં અલગ અલગ ૩૦૦ સ્થળોએ ઈલેક્ટ્રીક વાહનોનાં ચાજિઁગ માટે સ્ટેશન બનાવવા માટેનાં લોકેશન નક્કી કરવામાં આવશે. ચાજિઁગ સ્ટેશન બનાવવા માટે એએમસી તરફથી એક રુપિયાનાં ટોકન ભાડાથી ચોરસ મીટરનાં ભાડું નકકી કરી જગ્યા ફાળવવામાં આવશે..
કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા બનાવેલી નીતિને ધ્યાને લઇ શહેરમાં ભવિષ્યમાં નવા બનનાર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઈન્ટ રાખવા ફરજિયાત બનાવશે. આ માટે જીડીસીઆરમાં સુધારો કરાશે.
જેમાં આ નવી બિલ્ડિંગમાં હવે ઇલેક્ટ્રિક વાહનોને અનુકૂળ હોય તેવી પાર્કિંગ વ્યવસ્થા હશે. એટલે કે પાર્કિંગમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની નવી નીતિ આવી શકે છે. આ ઉપરાંત આગામી 90 દિવસમાં જ શહેરમાં 300 સ્થળે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.