તો શું મહિના બાદ ભારતની સ્થિતિ પણ ઈટલી જેવી થશે? આંકડાઓ એ જ તરફ કરે છે ઈશારાઓ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 6761 (10 એપ્રિલની સાંજ પ્રમાણે) લોકો બીમાર થઈ ગયા છે. જોકે, 206નાં મોત નીપજ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે ઇટાલીની જેમ ભારતમાં પણ કોરોના વાયરસના કેસો અને મૃત્યુની સંખ્યા વધી રહી છે. ફરક માત્ર સમયનો છે. છેલ્લા મહિનામાં અથવા માર્ચમાં ઇટાલીમાં કોરોના કેસો અને મૃત્યુની સંખ્યામાં વધારો થયો હતો, તેમ ભારતમાં આ કેસ વધી રહ્યા છે. ઈટલીથી આપણે માત્ર એક મહિનો પાછળ છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના આંકડાઓની તપાસ કરનારી વેબસાઇટ વર્લ્ડમીટર અનુસાર, ભારતમાં 1 એપ્રિલના રોજ કુલ 1998 કેસ નોંધાયા હતા. મૃત્યુ 58 હતા. હવે, એક મહિના પહેલાં એટલે કે ઈટલીમાં પહેલી માર્ચે 1577 કેસ હતા. મોત 41નાં થયા હતા.

7 એપ્રિલ સુધીમાં, ભારતમાં કોરોનાનાં કુલ 5916 કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુ 160 થયા હતા. એ જ રીતે, 7 માર્ચે ઇટાલીમાં કોરોનાના કુલ 5883 કેસ નોંધાયા હતા. આ તારીખ સુધીમાં, ઇટાલીમાં કુલ 233 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઇટાલી અને ભારતમાં દરરોજ જે કેસો સામે આવે છે તેમાં બહુ ફરક નથી. 1 માર્ચ, ઇટાલીમાં 573 કેસ નોંધાયા હતા. ભારતમાં 1 એપ્રિલે 601 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.