હાલમાં માત્ર 3 દિવસ ચાલે તેટલો જ સ્ટોક બાકી,તો શું મુંબઇમાં રસી ખૂટી જશે?

મહારાષ્ટ્રમાં, રસીકરણ કાર્યક્રમને ખૂબ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યો છે. દરરોજ 4 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. રવિવારે પણ હવેથી રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

મુંબઇના મેયર કિશોરી પેડણેકરે ખુલાસો કરતાં કહ્યું છે કે, હવે માત્ર ત્રણ જ દિવસ ચાલે તેટલો રસીનો સ્ટોક મુંબઇ પાસે બાકી છે.

મુંબઈના મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે હાલમાં મુંબઈમાં માત્ર 1 લાખ 85 હજાર ડોઝ ઉપલબ્ધ છે, જેમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન બંનેનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઇ રસીકરણનો આગામી જથ્થો 15 એપ્રિલ પછી આવશે. તેથી, આગામી ત્રણ દિવસમાં આ રસી પૂરી થઈ જશે

મુંબઇમાં હાલમાં 108 રસીકરણ કેન્દ્રો છે. મુંબઈમાં દરરોજ 50 હજાર લોકોને રસી ડોઝ આપવામાં આવી રહી છે. મુંબઈના જમ્બો કોવિડ સેન્ટરોમાં એક દિવસમાં એકથી બે હજાર રસીના ડોઝ અપાઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના ચેપનો આંક 55 હજારને પાર કરી ગયો,એક જ દિવસમાં 55 હજાર 469 નવા કેસ આવ્યા હતા.  જ્યારે કે મુંબઇમાં પણ આજે 10,030 નવા કેસ આવ્યા હતા અને 31 ના મોત થયા હતા. રાજ્યમાં રિકવરી રેટ પણ ઘટીને 82.98 ટકા પર આવી ગયો છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.