ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર થયા બાદ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની 2,400 કરોડની સંપત્તિ જપ્ત થઈ શકે છે. નીરવની અંદાજે 2,400 કરોડની બે સંપત્તિના વેચાણ અંગે વિશેષ પીએમએલએ કોર્ટ ઈડીની અરજી પર સુનાવણી કરીને લીલીઝંડી આપી દીધી છે. કોર્ટ જે સંપત્તિઓની હરાજીનો આદેશ આપી શકે છે તેમાં મુંબઈની વર્લી સ્થિત સમુદ્ર મહેલ બિલ્ડિંગમાં ચાર ફ્લેટ અને કાળા ઘોડા સ્થિત રિથમ હાઉસ સામેલ છે. આ કેસની વધારે સુનાવણી 10 જાન્યુઆરીએ થશે. નીરવ મોદીએ સમુદ્ર મહેલ સ્થિત ત્રણ ફ્લેટને 2006માં એક કારોબારી પાસેથી ખરીદ્યો હતો અને તેને ડુપ્લેક્સમાં બદલી નાખ્યો હતો. નીરવે ચોથો ફોલ્ટે એક ટ્રસ્ટ પાસેથી ખરીદ્યો હતો જે
મધ્ય પ્રદેશના એક નેતાનો છે. આ ફ્લેટ્સને ખરીદવા માટે નીરવે 125 કરોડની ચુકવણી કરી હતી. રિથમ હાઉસને નિરવે 2017માં પોતાની કંપની ફાયરસ્ટાર ડાયમંડ દ્વારા કરમલી પરિવાર પાસેથી 32 કરોડમાં ખરીદી હતી તે રિથમ હાઉસને એક જ્વેલરી શોરૂમ તરીકે બદલી નાખવા માગતો હતો.
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 14,000 કરોડથી વધુનું કૌભાંડ આચરનાર હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. આ પછી ઈડીએ તેની મુંબઈ સ્થિત અંદાજે 2,400 કરોડની સંપત્તિ વેચવા પીએમએલએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટ દ્વારા હવે નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નીરવ મોદીને માર્ચમાં લંડનમાંથી પકડવામાં આવ્યો છે અને લંડનની જેલમાં રાખવામાં આવ્યો છે તેની સામે મની લોન્ડરિંગનો તેમજ ભારતમાં પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. ઈડી અને ભાગેડુ નીરવ મોદીના વકીલો વચ્ચે લાંબી દલીલો પછી સ્પેશિયલ ઁસ્ન્છ કોર્ટનાં જજ વી સી બારડે નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. નીરવ મોદીએ અગાઉ પોતાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની ઈડીની માગને ફગાવવા કોર્ટમાં અપીલ કરી હતી, પણ કોર્ટે તેને માન્ય રાખી ન હતી. ઈડીએ ભારતમાં તેની સામે મની લોન્ડરિંગનો કેસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.