ટોચના દસ ભારતીય અમીરોમાંથી 5 ગુજરાતી, સતત 8માં વર્ષે મૂકેશ અંબાણી પ્રથમ સ્થાને

અમદાવાદ: હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થે આજે ઇન્ડિયા રિચ લિસ્ટ 2019ની 8મી આવૃત્તિ જાહેર કરી છે. આ યાદી મુજબ ટોચના 10 ભારતીય અમીરોની યાદીમાં 5 અમીરો ગુજરાતી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણી કુલ રૂ 380,700 કરોડની સંપત્તિ સાથે ઇન્ડિયા રિચ લિસ્ટ 2019માં સતત 8માં વર્ષે ટોચના સ્થાને રહ્યાં છે. લંડન સ્થિત એસપી હિંદૂજા એન્ડ ફેમિલિ રૂ 186,500 કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે અને વિપ્રોના સ્થાપક અઝિમ પ્રેમજી રૂ 1,17,100 કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે. આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઇઓ એલએન મિત્તલ રૂ 1,07,300 કરોડની સંપત્તિ સાથે ચોથા સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ગૌતમ અદાણી રૂ 94,500 કરોડની સંપત્તિ સાથે યાદીમાં પાંચમાં ક્રમે છે. ટોચના 10 વ્યક્તિઓમાં મૂકેશ અંબાણીએ 3% અને ગૌતમ અદાણીએ 33%ની વૃદ્ધિ નોંધાવી છે.

2019ની આવૃત્તિમાં ભારતીયોની સંખ્યા વધીને 953 થઇ રિચ લિસ્ટની યાદીમાં ભારતીયોની સંખ્યા વર્ષ 2018માં 831 હતી તે વધીને 2019માં 953 થઇ છે. આ યાદીમાં સામેલ ભારતીયોની કુલ સંપત્તિ ભારતના જીડીપીના 27% થવા પામે છે, જેમાં ટોચના 25 જીડીપીમાં 10% હિસ્સો ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કુલ સંપત્તિમાં 2%નો વધારો નોંધાયો છે, જ્યારે કે સરેરાશ સંપત્તિમાં 11%નો ઘટાડો થયો છે.રીપોર્ટમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં કુલ 65 વ્યક્તિઓનો રિચેસ્ટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી 49 લોકો અમદાવાદમાં રહે છે જયારે સુરતમાં 9, રાજકોટમાં 6 અને વડોદરામાં 2 લોકો રહે છે. આ યાદીમાં હીરાના અગ્રણી સવજીભાઈ ધોળકિયા અને બાલાજી વેફર્સના ભીખાભાઈ વિરાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.