આજે મુખ્યમંત્રી સહિત 182 ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં શપથ લેશે…

આજે સોમવારે વિધાનસભા ગૃહમાં બપોરે મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યોની શપથ વિધિ થનાર છે.

શપથવિધિ દરમિયાન સૌપ્રથમ ગવર્નર પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવ્યા બાદ વિધાનસભા ગૃહમાં પ્રોટેમ સ્પીકર અન્ય ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવશે.

સૌપ્રથમ ગવર્નર આચાર્ય દેવવ્રત 10 વાગ્યે પ્રોટેમ સ્પીકર તરીકે નિમાયેલા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ધારાસભ્ય પદના શપથ લેવડાવશે અને ત્યારબાદ ધારાસભ્યો સાથે વિધાનસભા હોલમાં એક બેઠક મળશે.

જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ઋષિકેશ પટેલ અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય સાથે ચર્ચા કરશે.

જેમાં પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ પહેલાં મુખ્યમંત્રીને શપથ લેવડાવશે. ત્યારબાદ માજી અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપત વસાવા પણ શપથ લેશે અને પ્રોટેમ સ્પીકર મુખ્યમંત્રી બાદ કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, મહિલા ધારાસભ્યો અને અંતે પુરુષ ધારાસભ્યોને શપથ લેવડાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.