શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાડકી સુહાના ખાન માટે આજનો દિવસ ખાસ છે.અને ‘ધ આર્ચીઝ’થી સિનેમામાં પોતાની ભવ્ય શરૂઆત કરવા જઈ રહેલી સુહાના આજે 22 વર્ષની થઈ ગઈ છે. માતા પોતાની દીકરીના આ ખાસ દિવસને કેવી રીતે ભૂલી શકે? તેથી જ અડધી રાત્રે દીકરીને સોશિયલ મીડિયા પર સ્પેશિયલ ફીલ કરાવતા સુહાનાની સુંદર તસવીર સાથે તેણે દીકરી પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે
સુહાના ખાન બોલિવૂડની સ્ટાર કિડ છે. જેની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ મજબૂત છે. ચાહકો તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના ડેબ્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી સુહાના ખાનને તેની માતા ગૌરી ખાને સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને શુભકામનાઓ પાઠવી છે.અને જે બાદ સેલેબ્સ પણ શુભેછા પાઠવી રહ્યા છે.
ગૌરી ખાને સુહાનાની એક ગ્લેમરસ તસવીર શેર કરી અને આ તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું- બર્થડે ગર્લ. આ સાથે તેણે કિસિંગ ઈમોજી પણ બનાવી છે.અને સુહાનાની આ અનસીન તસવીર જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
ગૌરીએ અડધી રાત્રે આ પોસ્ટ શેર કરી હતી.અને જેના પછી ઘણા સેલિબ્રિટી અને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને સુહાનાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. શ્વેતા બચ્ચન, ફરાહ ખાન મનીષ મલ્હોત્રાથી લઈને કરણ જોહર અને નેહા ધૂપિયા સુધી, ઘણી હસ્તીઓએ કોમેન્ટ સેક્શનમાં સુહાનાને શુભેચ્છા પાઠવી છે.
તમને જણાવી દઈએ કે, સુહાના ખાનની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે, જે વર્ષ 2023માં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.અને ખુશી કપૂર, અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ ઝોયા અખ્તરની આ ફિલ્મથી પોતાની ગ્રાન્ડ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.