આજે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે ‘યાસ’…જાણો વિગતવાર અહીં

‘તૌકતે’ વાવાઝોડાના તાંડવથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં બીજા એક ચક્રવાત તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે ‘તૌકતે’ વાવાઝોડાએ અરબી સમુદ્રમાંથી નીકળીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં પાયમાલી સર્જન કરી દીધી છે. ‘તૌકતે’ ના નુકસાનની હજી તો ભરપાઈ નથી કરી ત્યાંતો હવામાન વિભાગ દ્વારા દેશમાં બીજા વાવાઝોડાની આગાહી કરી દેવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાની તારાજી બાદ હવે ‘યાસ’ (YAS) નામના વાવાઝોડાનું જોખમ સર્જાયું છે. આગમચેતીના ભાગરૂપે અનેક રાજ્યોએ સાવચેતીના પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે કહેર વર્તાવ્યો હતો.‘તૌકતે’ ચક્રવાત પછી, દેશમાં બીજુ ચક્રવાત તબાહી કરવા માટે આવી રહ્યું છે. ભારત હવામાન વિભાગે આ સંદર્ભે મહત્વપૂર્ણ માહિતી આપી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 48 કલાકમાં હવાનું દબાણ ઓછું થવાની સંભાવના છે જે ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. આ માહિતી પછી, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વરિષ્ઠ અધિકારીઓએ જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક શરૂ કરી છે અને તૈયારીઓ વિશે જરૂરી સૂચના આપી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગે 26 મેના રોજ યાસ વાવાઝોડું ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારેથી પસાર થશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આ કારણે ઓડિશા સરકારે 30 પૈકીના 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે. રાજ્ય સરકારે શુક્રવારે ભારતીય નૌસેના અને ભારતીય તટ રક્ષક દળને સ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવાનો આગ્રહ પણ કર્યો હતો.હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે 22 મેના રોજ બંગાળની ખાડીના પૂર્વીય મધ્ય હિસ્સા પર એક ઓછા દબાણનું ક્ષેત્ર રચાશે જે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને 26 મેના રોજ ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારે અથડાઈ શકે છે.

ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું કે, જો યાસ વાવાઝોડાનો રાજ્ય પર કોઈ પ્રભાવ પડશે તો રાજ્ય સરકારે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે કમર કસી લીધી છે.કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહને સ્વાસ્થ્ય કેન્દ્રો પર આવશ્યક દવાઓ અને સંસાધનોનો ભંડાર સુનિશ્ચિત કરવા કહ્યું છે જેથી યાસ વાવાઝોડા દરમિયાન ઈમરજન્સીની સ્થિતિનો સામનો થઈ શકે.

ચક્રવાત દરમિયાન પવનની ગતિ કેટલી હશે? : તોફાન દરમિયાન પવનની ગતિ પણ વધુ રહેશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 23 મેના રોજ આંદામાન સમુદ્ર અને પૂર્વ મધ્ય બંગાળ પર પવન 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને 65 કિ.મી. 23 મેથી, પવન 50-60 કિમી / કલાકથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે. આ પછી, મધ્ય બંગાળની ખાડીના મોટાભાગના ભાગોમાં 24 થી 26 મે સુધી વાવાઝોડાની સંભાવના છે અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ઉત્તર બંગાળની ખાડી, ઓડિશા-પશ્ચિમ બંગાળ-25 થી 27 મે સુધી તોફાન થવાની સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.