ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઇ રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ ઉપરાંત નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પહેલી જુલાઇએ નવસારી, વલસાડ અને દિવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઇએ દાહોદ, મહીસાગર, છોટાઉદેપરુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 જુલાઇએ બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી અને આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 41 તાલુકામાં સૌથી વધુ વરસાદ વલસાડમાં સવા 6 ઈંચ નોંધાયો અને જ્યારે પારડીમાં 3.5 ઈંચ, મહુવામાં સવા 2 ઈંચ ગારિયાધારમાં 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, હાંસોટમાં 1.5 ઈંચ, હાલોલમાં 1.5 ઈંચ વરસાદ, માંગરોળમાં સવા ઈંચ, ધરમપુરમાં 1 ઈંચ વરસાદ જ્યારેઓલપાડમાં 1 ઈંચ, કપરાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો.
આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયાકિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી અને હજુ આગામી 4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે.આથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.