આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારકા આવશે અને કોંગ્રેસની ચિંતન શિબિરના બીજા દિવસે હાજરી આપશે. રાહુલ ગાંધી સવારે 11:30 કલાકે દ્વારકા પહોંચશે અને દ્વારકાધીશ મંદિરમાં શીશ ઝુકાવશે.અને ત્યારબાદ 12:30 કલાકે ચિંતન શિબિરમાં હાજરી આપશે. જેમાં કોંગ્રેસ કાર્યકરોને 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે. દ્વારકાથી સાંજે 4:30 કલાકે તેઓ દિલ્હી જવા રવાના થશે. આની પહેલા 2017માં પણ રાહુલ ગાંધીએ દ્વારકાધીશે શીશ ઝુકાવી પ્રચાર શરૂ કર્યો હતો. કોંગ્રેસ સંગઠન સામેના પડકારો કયાં છે તેના પર પણ આ બેઠક દરમિયાન મંથન થશે
બપોરે એક કલાકે દ્વારકા સ્થિત આહીર સમાજ વાડી ખાતે ચિંતન શિબિરમાં હાજરી આપશે.અને શિબિરના પ્રથમ દિવસે યૂક્રેન રશિયા મુદ્દે ઠરાવ પસાર કરાયો હતો અને યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી અને ભારતીયોની ચિંતા વ્યકત કરાઇ હતી અને કેન્દ્ર સરકાર ફસાયેલા લોકોને તાત્કાલિક પરત લાવવા કાર્યવાહી કરે તે મતલબનો ઠરાવ પસાર કરાયો હતો.
ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરના ઉદ્ઘાટન પહેલાં પ્રદેશના નેતાઓ દ્વારકા મંદિર પહોંચ્યા હતા જ્યાં ધ્વજા પૂજા કરાઇ હતી. આ શિબિરમાં 400 જેટલા આગેવાનો-હોદેદ્દારો સામેલ થયા છે. શિબિરને સંબોધતા કોંગ્રેસ પ્રભારી ડૉ.રઘુ શર્માએ જણાવ્યું હતું કે શિબિરમાં જે મુદ્દાની ચર્ચા થશે તેના આધારે પાર્ટીનું વિઝન નક્કી થશે. ભાજપ ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી પાર્ટી છે, ભાજપ સરકારે ચાર વર્ષ બાદ ગુજરાતમાં મંત્રીમંડળ કેમ બદલ્યું? નવા ચહેરા લાવ્યા પણ રિમોટ કંટ્રોલ આપી દીધું અને તે પણ એવા વ્યક્તિને જેમના માથે 109 જેટલા કેસ નોંધાયેલા છે. ગુજરાતના દરેક જિલ્લામાં ચિંતન શિબિર યોજાશે. અને પ્રદેશ પ્રમુખ સંબોધનમાં કહ્યું કે જેમની સામે લડાઇ લડવાની છે તે સાચા માણસો નથી. કાવતરાખોર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.