આજે ફરી સોના ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો સોનુ 51000ને પાર…

ગ્લોબલ માર્કેટમાં ફેરફાર આવવાના કારણે સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 3 સત્રમાં સોનાનો ભાલ તૂટવાના કારણે આજે શરૂઆત વધારા સાથે થઈ છે અને સોનું એકવાર ફરી 51000ની નજીક પહોંચ્યું છે જ્યારે ચાંદીનો ભાવ 62000થી વધ્યો છે.

મલ્ટીકોમોડિટી પર આજે સવારે 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 60 રૂપિયાના વધારા સાથે 50931 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ પહેલા સોનાનો ભાવ 50952 પર ખુલ્યો અને માંગમાં સુધારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લી કિંમતથી 0.12 ટકાનો વધારો જોવા મળ્યો છે અને આ અઠવાડિયાની શરૂઆતમાં 4 સત્રમાં સોનાની કિંમત નીચે હતી પણ આજે ગ્લોબલ માર્કેટમાં તેમાં વધારો જોવા મળ્યો છે.

સોનાની સાથે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ પર સવારે ચાંદીનો વાયદા ભાવ 319 રૂપિયા વધ્યો છે અને 62112 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે. આ પહેલા ચાંદી 61980 રૂપિયા પર ખૂલ્યા અને ટ્રેડિંગની શરૂઆત થઈ અને માંગ વધવાથી જલ્દી તેના ભાવમાં વધારો થયો અને તે 62000થી વધી છે. ચાંદીમાં પણ પહેલાના કેટલાક સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સોના -ચાંદીની કિંમત ફરીથી વધી રહી છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં ખર્ચની હિસ્સેદારી વધી છે જેનાથી નાના નિવેશકોમાં સોનાના પ્રતિ આકર્ષક એક વાર ફરી જોવા મળી રહ્યો છે. લોકોને અર્થવ્યવસ્થાને સારી રીતે આશા જગાડી છે. જેનાથી એકવાર ફરી સોનાની ખરીદી વધવાનું અનુમાન છે. ગ્લોબલ માર્કેટમાં ડોલર એકવાર ફરી નબળું જોવા મળી રહ્યું છે અને ગ્લોબલ માર્કેટમાં ડોલર એકવાર ફરી નબળું જોવા મળ્યું છે જેની સીધો લાભ સોનાની કિંમતને મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.