આજે થર્ટી ફર્સ્ટ: રાજ્યમાં ઠેર ઠેર ‘દારૂબંધી’ની મજાક પીવાવાળા કરશે ‘જલસો!

રાજ્યમાં થર્ટી ફર્સ્ટ ઉપર ખાનગી દારૂની રેલમછેલ થશે કારણ કે પીવા વાળા ગમે ત્યાંથી બાટલી મેળવીને જ રહે છે.
આમેય રાજ્યમાં ગમે ત્યાં જાવ દેશી-વિદેશી દારૂ મળી જ જાય છે અને ત્યારે ટોટલી દારૂબંધીની કોઈ વાત કરેતો તે જોક્સ જેવું લાગે.
વડોદરામાં પણ કંઈક આવું જ છે અહીં વારંવાર દારૂ પકડાતો રહે છે નાના મોટા બુટલેગરો દારૂ વેચે છે કયારેક માલ પકડાય પણ છે પણ ધંધા બંધ નથી થતા.

તેવીજ રીતે અમદાવાદ, સુરત,રાજકોટ, ભાવનગર કે પછી કોઈપણ જગ્યા હોય દારૂબંધીનો સંપૂર્ણ અમલ થવો મુશ્કેલ છે.

પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ જ રાજ્યની સરહદો ઉપરથી દારૂનો ગેરકાયદેસર જથ્થો રાજ્યમાં ઉતરતો હોવાના આક્ષેપો હંમેશા થતા રહયા છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ અગાઉ ગુજરાતની દારૂબંધીને લઈને ગુજરાત સરકાર પર સવાલ કર્યા હતા અને ગુજરાતમાં દારૂબંધી કાગળ પર હોવાનું જણાવી અહીં દારૂની હોમ ડિલીવરી થતી હોવાની વાત કરી હતી.

ગુજરાત રાજ્યમાં 1961થી દારૂબંધી કરવામાં આવી છે પરંતુ આપણા રાજ્યમાં રોજેરોજ લાખો-કરોડોનો દારૂ પીવાય છે અને વેચાય પણ છે
લિકર ડ્રાય તરીકે જાણીતા ગાંધીબાપુના જન્મ સ્થળ એવા ગુજરાત રાજ્યની હકીકત કઈક જુદી છે.

ગુજરાત સરકારે ખુદ વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી કે, રાજ્યમાંથી બે વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર 275 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ  પકડાયો છે. જેમાં 1 કરોડ ૬ લાખ ૩૨ હજાર ૯૦૪ વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. 4 કરોડ 33 લાખ 78 હજાર 162 રૂપિયાની કિંમતનો 19 લાખ 34 હજાર 342 લીટર દેશી દારૂ પકડાયો છે. આ ઉપરાંત 16 કરોડ 20 લાખ 5 હજાર 848 રૂપિયાની કિંમતની 12 લાખ 20 હજાર 258 બિયરની બોટલ અને 370 કરોડ 25 લાખ 48 હજાર 562 રૂપિયાની કિંમતના નશીલા દ્રવ્યો પકડાયા છે. જેમાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સનો પણ સમાવેશ થાય છે. આમ, બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ , બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.

આમ,હાલમાં થર્ટી ફર્સ્ટ ઉપર દારૂની હેરફેર ઉપર રોક લગાવવા પોલીસ ઠેરઠેર નાકાબંધી કરી રહી છે અને વાહન ચેકીંગ કરી રહી છે પણ અગાઉ જે દારૂ આવી ગયો તે હવે મોંઘી કિંમતે વેચાશે અને પીવા વાળા પીશે પણ !
ઘણા લોકોતો ગ્રૂપ સાથે નવું વર્ષ ઉજવવા ગોવા,દિવ,દમણ કે રાજસ્થાન તરફ પણ નીકળી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.