હરિયાણાના ચરખી દાદરીમાં એક મહિલાએ પતિ-પત્નીના સંબંધને કલંકિત કરી દીધો છે. પત્નીએ પોતાના મિત્ર સાથે મળીને ફોજી પતિની હત્યા કરી દીધી. મૃતક ભારતીય સેનાનો જવાન હતો. ફોજીની હત્યા એ સમયે કરવામાં આવી જ્યારે તે રજા પર પોતાના ઘરે આવ્યો હતો. આ ઘટના ચરખીના ડુડીવાલા કિશનપુરાની છે જ્યાં રજા પર ઘરે આવેલા ફોજી પ્રવીણ કુમારનું શવ શંકાસ્પદ સ્થિતિમાં મળ્યા બાદ સંપૂર્ણ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. અને પ્રવીણ સેનામાં 22 સિગ્નલ રેજિમેન્ટ મેરઠમાં કોન્સ્ટેબલ પદ પર તૈનાત હતા.
પોલીસે જ્યારે આ ઘટનાની તપાસ કરી તો હકીકત જાણીને લોકોના હોશ ઊડી ગયા. તેની હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ ફોજીની પત્નીએ જ પોતાના મિત્ર સાથે મળીને પૂરી પ્લાનિંગ સાથે કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ પત્નીએ પોતાના મિત્ર સાથે ફોજીને ડ્યૂટી પર જવાના એક દિવસ પહેલા ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી અને ત્યારબાદ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા અને 5 ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ સ્થિતિમાં પ્રવીણ કુમારનું શવ મળ્યા બાદ પરિવારજનોએ તેમના મોતનું કારણ હાર્ટ એટેક ગણાવ્યું હતું.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે રાતના સમયે તેમણે ભોજન ખાધું હતું અને જ્યારે તેઓ સવારે ઉઠ્યો તો તેમને ચક્કર આવી રહ્યા હતા ત્યારબાદ તેમને દાદરી સિવિલ હૉસ્પિટલ લઈને જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. 5 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કોન્સ્ટેબલ પ્રવીણને અંતિમ વિદાઇ આપવામાં આવી હતી પરંતુ કોન્સ્ટેબલ પ્રવીણના મોતના એક અઠવાડિયા બાદ તપાસ બોર્ડ પેનલે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો તેનાથી સનસની ફેલાઈ ગઈ.
બાઢડા પોલીસ સ્ટેશનના પ્રભારી રામ અવતારે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરી લેવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ફોજીની પત્ની મનીષા અને એ જ ગામના તેના મિત્ર દીપક ઉર્ફે વિક્કીની ધરપકડ કરી છે. બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન ફોજીનું ગળું દબાવીને હત્યા કરવાની વાત કબૂલી છે. પોલીસ ઘણા પહેલુંઓ પર તપાસ કરી રહી છે બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.