ટોલ ફ્રી નંબરની બબાલમાં સરકાર બની આકરી : સીએમ રૂપાણીએ વીમા કંપનીઓની ખખડાવી

પાક વીમા માટે ખેડૂતો દ્વારા ટોલ ફ્રી નંબર ન લાગવાના મામલે જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે. સીએમ રૂપાણીએ આ મામલે મુખ્ય સચિવ સાથે ચર્ચા કરી. પાક વીમા ઉતારનારી કંપનીઓને કડક ભાષામાં કરાયા ઈ-મેઈલ કર્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, વીમા કંપની દ્વારા જે નંબર આપવામાં આવ્યા છે તે નંબર પર ફોન લાગતા નથી. જેથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ સરકાર દ્વારા પાક વીમા માટે ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવામાં આવી. રાજ્યના કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, આ ટોલ ફ્રી નંબરથી ખેડૂત વીમાનો ક્લેમ કરી શકશે. જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને સરકાર એસડીઆરએફ પ્રમાણે વળતરની ચૂકવણી કરશે. વીમા કંપની અને ખેતીવાડીના અધિકારી દ્વારા પાક નુકસાનીનો સર્વે કરશે. ખેડૂતોએ વીમા માટે 72 કલાકમાં ફરિયાદ કરવાની રહશે. ફરિયાદના 10 દિવસમાં સર્વે કરવામાં આવશે. અને 25 દિવસમાં વળતર ચૂકવવામાં આવશે. સરકાર નુકસાન બદલ ખેડૂતોને 150 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે.

કારતક મહિનો શરૂ થઈ ગયો છતાં વરસાદે વિરામ નથી લીધો. ક્યાર વાવાઝોડાની અસરન પગલે સમગ્ર રાજ્યમાં માવઠાની અસર જોવા મળી રહી છે. જેને કારણે સૌથી મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. વરસાદના લીધે ખેતરમાં ઉભો પાક પલડી ગયો હતો. મધ્ય ગુજરાતમાં પાછોતરા વરસાદને પગલે ડાંગર, કપાસ, તલ સહિત અનેક પાકોને ભારે નુકસાન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.