ટોલટેક્સ નિયમ:1લી ડિસેમ્બરથી વાહન ચાલક આ ભૂલ કરશે તો તેણે ડબલ ટોલટેક્સ ચુકવવો પડશે

આવતી 1 ડિસેમ્બરથી એક નવો નિયમ લાગુ થશે. આ નિયમ અનુસાર, વાહન ચાલક જો ટોલ નાકા પર રોકડ નાણાંથી ટેક્સ ભરશે તો તેની પાસેથી ડબલ ટેક્સની વસુલાત કરવામાં આવશે. આ નિયમ વિશે વાત કરવામાં આવે તો હાઈ-વે પર વાહનચાલક ટોલટેક્સની ચૂકવણી કરે છે ત્યારે વાહન ચાલકને એક રસીદ આપવામાં આવે છે, પરંતુ મોટાભાગના વાહનચાલકો રસીદમાં દર્શાવવામાં આવેલી વિગતો વાંચવાનું ટાળતા હોય છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી ટોલટેક્સની રસીદ પર એક માહિતી આપવામાં આવી રહી છે કે, 1 ડિસેમ્બરથી હવે રોકડમાં પેમેન્ટ લેવાનું ટોલ પ્લાઝા પર બંધ કરી દેવાશે.

નેશનલ હાઇ-વે ઓથોરિટિની સૂચના અનુસાર, દરેક ટોલ પ્લાઝા પર વાહન ચાલકોને અગાઉથી જાણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટીએ ટોલપ્લાઝાને સૂચના આપી છે કે, 1 ડિસેમ્બરથી ટોલટેક્સની વસુલાત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા જ કરવી. જો કોઈ વાહનચાલક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની જગ્યા પર રોકડથી ટોલટેક્સની ચૂકવણી કરવાનું કહે તો તેની પાસેથી ડબલ રકમની વસુલાત કરવી.

આ બાબતે ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા લોકોનું કહેવું એ છે કે, આ નિયમ સરકાર દ્વારા સિક્યોરિટીને ધ્યાને લઇને લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સરકાર દ્વારા આ નિયમની અમલવારી કરાયા બાદ ક્રાઈમના કેસોને ઉકેલવામાં પણ મદદ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.