શહેરમાં સવારે 11 વાગ્યે જ વરસાદમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોની સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતમાં વરસાદ પડે એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડતા વાહનચાલકોએ પોતાના વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ફક્ત બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.
શહેરમાં બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં વિરાટનગર, રામોલ, વસ્ત્રાલ વિસ્તારમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓઢવ,ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. ઉસ્માનપુરા પાલડી, આશ્રમ રોડ, વાસણા, વેજલપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, ગોતા, મકતમપુરા, જુહાપુરા, દૂધેશ્વર, શાહપુર, જમાલપુર, દરિયાપુર, મણિનગર, વટવા સહિતનાં વિસ્તારમાં એક ઇચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમા વાપીમાં 3 ઇંચ, વલસાડમાં અઢી ઇંચ, કપરાડામાં અઢી ઇંચ, પારડીમાં બે ઇંચ, વડોદરામાં પોણા બે ઇંચ, લખપતમાં એક ઇંચ, વાલોદમાં એક ઇંચ, બારડોલીમાં એક ઇંચ, વાઘોડિયામાં અડધો ઇંચ, કપડવંજમાં અડધો ઇંચ, મહુઆમાં અડધો ઇંચ વરસાદનોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાડ પડી શકે છે. હવે પંદર તાલુકામાં જ 50 ટકા કરતાં ઓછો વરસાદ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.