રખડતા ઢોરનો ત્રાસ! ભેંસ વચ્ચે આવતા અકસ્માત થયો, સારવાર દરમિયાન માતાનું મોત થયું..

રાજ્યમાં રસ્તાઓ પર રખડતા ઢોરના ત્રાસની ઉઠેલી ફરિયાદો વચ્ચે ગુરુવારે શહેરના પાલ આરટીઓ સામે બાઈક આગળ ભેંસ આવી જતા માતા-પુત્રને અકસ્માત નડ્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત માતા સિવિલના બિછાને મોતને ભેટી હતી અને પાલનપુર ગામ ખાતે મહાદેવ ફળિયામાં રહેતી નંદીબેન સોમાભાઈ રાઠોડ (ઉ.વ.50) ગુરુવારે બપોરે પુત્ર મનોજ સાથે બાઈક પર કોર્ટમાં જઈ હતી.

મળતી માહિતી મુજબ ગુરુવારે તારીખ હોવાથી નંદીબેન પુત્ર મનોજ સાથે લઈ કોર્ટમાં જવા નીકળી હતી. આ દરમિયાન બપોરે બે વાગ્યાના અરસામાં તેઓ પાલ આરટીઓ સામે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે તેમની બાઈક આગળ અચાનક એક ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે મનોજ અને નંદીબેન રોડ પર પટકાયા હતા અને જેમાં નંદીબેનને શરીરે ગંભીર ઇજાઓ થવા સાથે કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

નંદીબેનને ગંભીર હાલતમાં 108 એમ્બુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન નંદીબેનનું મોત નીપજયું હતું અને મૃતક નંદીબેનને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. નંદીબેનના અકાળે મોતથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. બનાવ અંગે અડાજણ પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.