ટૂરિસ્ટના સ્વાગત માટે તૈયાર છે આ 10 દેશ, લોકડાઉનના પ્રતિબંધ હટાવી રહ્યા છે

કોરોના નાં કારણે વિશ્વભરના દેશને પોતાને ત્યાં મજબૂરીમાં લોકડાઉન લાગૂ કરવું પડ્યું છે. જેના કારણે ઇન્ટરનેશનલ એરલાઇન્સ અને ટૂરિઝમ સેક્ટરને પણ ઘણું નુકશાન થયું છે. જો કે, હવે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. કદાચ આ કારણથી જ ઘણા બધા દેશોએ વિદેશી પર્યટકો માટે સરહદીય પ્રતિબંધ પણ હટાવી લીધા છે અથવા તો પ્રતિબંધ હટાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ક્રોશિયા : આ નાનકડા અને ખૂબ જ સુંદર દેશે બોર્ડર પર મુસાફરો માટે લાગૂ લોકડાઉનના પ્રતિબંધોને હટાવી દીધા છે. 1 જૂનથી યૂરોપિયન યૂનિયનના સભ્ય દેશોના પર્યટકો માટે તેને ખોલી દેવામાં આવ્યા છે.

સાઇપ્રસ : સાઇપ્રસ પણ વિદેશી પર્યટકોનું સ્વાગત કરી રહ્યું છે. હાલ અમુક દેશોના લોકો જ સાઇપ્રસ જઇ શકશે. આવનાર સમયમાં બીજા કેટલાય દેશોને સાઇપ્રસ ફરવાની તક મળી શકે છે. સાઇપ્રસની સરકારે પર્યટકો માટે અહીં કેટલાય સ્પેશિયલ ઑફર્સ પણ લોન્ચ કર્યા છે.

ફ્રાન્સ : ફ્રાન્સના વડાપ્રધાન એડોર્ડ ફિલિપે પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફતે માહિતી આપી હતી કે દેશમાં 15 જૂનથી આંતરરાષ્ટ્રીય પર્યટન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. ફ્રાન્સ પણ શરૂઆતમાં માત્ર યૂરોપિયન દેશમાંથી આવતા પર્યટકોનું જ સ્વાગત કરશે.

જર્મની : જર્મન સરકારે 15 જૂનથી આંતરરાષ્ટ્રીય પર્યટન સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં હાલ માત્ર 31 દેશોના નામ જ સામેલ છે. સરકારનું કહેવું છે કે જો દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અચાનક વધે છે તો કદાચ નિર્ણય બદલી શકાય છે.

ગ્રીસ : પર્યટકો માટે ગ્રીસ ઘણો ફેમસ દેશ છે. ગ્રીસ સરકાર 15 જૂનથી પોતાને ત્યાં પર્યટન સેવાઓ શરૂ કરવા જઇ રહી છે, જેમાં હાલ 29 દેશોના નામ સામે આવ્યા છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી આવતા મુસાફરોએ પહેલા એક અથવા બે અઠવાડિયા માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે.

આઇસલેન્ડ : આઇસલેન્ડના વડાપ્રધાન કેટરીન જૈકબ્સડોટિર પણ 15 જૂનથી પોતાના દેશમાં પર્યટન સેવાઓ શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. આઇસલેન્ડ આવનાર મુસાફરોએ એરપોર્ટ પર પહેલા મેડિકલ ચેકઅપ કરાવવાનું રહેશે. રિપોર્ટ નેગેટિવ આવવા પર ફરવા માટેની આઝાદી મળશે, પરંતુ પોઝિટિવ રિપોર્ટ આવે તો 14 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે.

ઇટલી : એક સમય સુધી કોરોના વાયરસનું હોટસ્પોટ રહેલા ઇટલીમાં હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. દેશની પર્યટન સેવાઓ 3 જૂનથી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. ઇટલી ટૂરિઝમ એજન્સી અનુસાર, યૂરોપિયન યૂનિયનના અન્ય 26 સભ્ય દેશોમાંથી પર્યટકોનું આગમન શરૂ થઇ ગયું છે.

જમૈકા : અદ્દભૂત સૌંદર્ય ધરાવતું જમૈકા પણ 15 જૂનથી ખુલવાની તૈયારીમાં છે. ખાસ વાત છે કે જમૈકા આ સમયમાં પણ વિશ્વના કોઇ પણ દેશના પર્યટકોનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.