પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગને લઈને ,એબીવીપીની દાદાગીરી ભવનનાં ટાવરો બંધ કરાવતાં વિધાર્થીઓ રઝળ્યાં..

સુરતમાં(SURAT) એબીવીપીના(ABVP) ગરબા પર પોલીસે(POLICE) બંધ કરાવતા આ મામલો સમગ્ર રાજ્યમાં ધમાલ કરી. ત્યારબાદ એબીવીપીએ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રાજ્યભરની કોલેજોને(COLLEGE) બંધ નું એલાન આપ્યું હતું.

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા આયોજિત ગરબાનાં કાર્યક્રમમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. તેનો મુદ્દે રાજ્યભરના શૈક્ષણિક કાર્ય ખોરવી નાખવાના શિક્ષણ કાર્યક્રમ આપ્યો હતો. બુધવારે ગુજરાત યુનિવર્સિટીના તમામ ભવનો અને ટાવરમાં પણ તમામ કાર્ય બંધ કરાવતા વિદ્યાર્થીઓ રઝળી પડયા હતા.

ક્યાંક કર્મચારીઓ કામ વગર બેસી રહ્યા હતા શિક્ષણ જગતમાં એબીવીપીના કાર્યક્રમ ની સામે ઉગ્ર ટીકા સાથે નારાજગી પ્રસરી છે.

કેમ્પસમાં તમામ ડિપાર્ટમેન્ટ શૈક્ષણિક કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરો ટાવરમાં ધૂસ્યા હતા. અને કામકાજ બંધ કરાવ્યું હતું.બુધવારે સવારે ૧૧ થી ૨ યુનિવર્સિટીને બાનમાં લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.