આવી રહી છે Toyotaની પહેલી ઇલેક્ટ્રિક કાર, 500 kmથી વધુની હશે રેન્જ, જાણો શું છે ગુજરાત કનેક્શન

ટોયોટા ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ અર્બન SUV કોન્સેપ્ટ પર આધારિત કાર હશે. મારુતિ-ટોયોટા ભાગીદારીના કારણે ટોયોટા ઇલેક્ટ્રિક કાર અને મારુતિ eVX વચ્ચે ઘણી સમાનતાઓ હશે. Maruti EVX ભારતમાં માર્ચ 2025 સુધીમાં લોન્ચ થઈ શકે છે, જે બાદ ટોયોટાની પહેલી ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે.ટોયોટા ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ અર્બન SUV કોન્સેપ્ટ પર આધારિત કાર હશે. મારુતિ-ટોયોટા ભાગીદારીના કારણે ટોયોટા ઇલેક્ટ્રિક કાર અને મારુતિ eVX વચ્ચે ઘણી સમાનતાઓ હશે.Maruti EVX ભારતમાં માર્ચ 2025 સુધીમાં લોન્ચ થઈ શકે છે અને તેના થોડા મહિના પછી ટોયોટાની પહેલી ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થઈ શકે છે.ટોયોટાની ઇલેક્ટ્રિક કારનું કદ તેના કોન્સેપ્ટ મોડલ જેવું હશે. તેની લંબાઈ 4300 mm, પહોળાઈ 1820 mm, ઊંચાઈ 1620 mm અને વ્હીલબેઝ 2700 mm હશે. Martui eVX પણ આ જ કદની હશે. આ કારને સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં બનાવવામાં આવશે.ટોયોટાની ઇલેક્ટ્રિક એસયુવીમાં C આકારની LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, સિમ્પલ સ્ટાઇલ ફ્રન્ટ બમ્પર, ફ્લેરેડ વ્હીલ આર્ક હોઈ શકે છે. આ કારમાં લક્ઝરી કેબિન આપવામાં આવશે, જેમાં એડવાન્સ ટેક્નોલોજી અને સેફ્ટી ફીચર્સ હશે.આ ઇલેક્ટ્રિક કાર બે બેટરી પેક વિકલ્પોમાં આવી શકે છે. આમાંથી એક 60 kWh બેટરી પેક વિકલ્પ હશે જે સંપૂર્ણ ચાર્જ પર 550 કિલોમીટર સુધીની રેન્જ આપશે. બીજો વિકલ્પ 48 kWhનો હશે, જે સિંગલ ચાર્જિંગ બાદ લગભગ 400 કિલોમીટરની રેન્જ આપશે.ટોયોટાએ પુષ્ટિ કરી છે કે આ EV ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ અને તમામ વ્હીલ ડ્રાઇવ વિકલ્પો બંનેમાં આવશે. ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ તે Hyundai Creta EV, Maruti eVX અને Tata Curve EV સાથે સ્પર્ધા કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.