ટ્રાફિક દંડના નિયમમાં ફેરફાર, જવાબદાર વ્યક્તિ પાસેથી જ વસુલવામાં આવશે દંડ

– વાહન ચલાવનાર વ્યક્તિ પાસેથી દંડ સ્થળ પર વસૂલાશે

રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટમાં નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસુલાતા દંડના નિયમોમાં ફેરફાર કર્ય છે. હવે ટ્રાફિકના ગુના બદલ જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસુલાત સમયે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસુલવાનો હતો.

હવે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસુલાશે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે મોટર વાહન અધિનિયમ 1988માં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં સુધારા કરાર માટે ગુજરાત સરકારે પણ અનેક પગલા લીધા છે. જેના કારણે બિનજરૂરી પરેશાની ન થાય તે ધ્યાને લેવાયું છે.

નવા કાયદાના અમલીકરણ અનુસંધાને ટ્રાફિકના ગુનામાં સ્થળ પર દંડ ફીના સરળ દરો અમલમાં લાવ્યા છે. ટ્રાફિકના ગુના માટે જવાબદાર ડ્રાયવર, માલિક કે વાહન સંબંધિત જવાબદાર પાસેથી કાયદાકીય જોગવાઇઓ અનુસાર ગુંચવાડો ન થાય તે હેતુથી આ સરળીકરણ કરાયું છે. જેથી હવે જવાબદાર વ્યક્તિ પાસેથી સ્થળ પર દંડ વસુલવામાં આવશે. વાહન ચલાવતા વ્યક્તિ પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.