ટ્રાફિક નિયમ બન્યા કડક, ગુજરાતમાં હવે પેસેન્જર સીટ બેલ્ટ નહિ પહેરશે તો કારચાલકે ભરવો પડશે દંડ

રાજ્યમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોને કડક બનાવીને મોટી રકમના દંડ વસૂલવામાં આવી રહ્યા છે. ફરી એકવાર રાજ્યભરમાં હેલમેટ પહેરવાને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. હેલમેટની સાથે સાથે હવે કારમાં પણ સીટ બેલ્ટ પહેરવાને કમ્પલસરી બનાવી દેવામાં આવ્યું છે. કારમાં ડ્રાઈવરે તો સીટ બેલ્ટ ફરજિયાતપણે પહેરવો જ પડશે પણ તેની સાથે સાથે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત સીટ બેલ્ટ પહેરવાનો રહેશે.

જો ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ નહીં પહેર્યો તો દંડની સાથે IPC ધારા 279 હેઠળ રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધવા સુધીના કડક પગલા લેવાની તૈયારી ગુજરાત ટ્રાફિક પોલીસે દાખવી લીધી છે. આ કાયદાનું પાલન ચોક્કસપણે થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ બાબતે ઝુંબેશ પણ શરૂ કરી દીધી છે.

ટ્રાફિક DCP અનુસાર, કાર અકસ્માતના કિસ્સાઓમાં જ્યારે આગળ બેઠેલા વ્યક્તિ અને ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેર્યો ન હોય તો તેને ઈજા વધારે આવે છે. માટે ડ્રાઈવરની બાજુમાં બેઠેલા વ્યક્તિની જવાબદારી પણ કાર ચાલકની જ રહે છે. માટે હવેથી જો કાર ચાલકની બાજુમાં બેસનાર વ્યક્તિએ સીટ બેલ્ટ પહેર્યો નહીં હોય તો કાર ચલાવનાર વ્યક્તિ પર ગુનો નોંધવાનું શરૂ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.