ભારતીય રેલવે દ્વારા ટ્રાફિક ને હળવું કરવા માટે લૂપ લાઈનના નિર્માણ કરવાની યોજના…

ભારતીય રેલવે દ્વારા દક્ષિણ મધ્ય ઝોનને આંધ્ર પ્રદેશના વિજયવાડા સ્ટેશનના બિક્કાવોલુ સ્ટેશ પર પહેલી લાંબી લૂપ લાઇન ચાલુ કરી છે. આ લાઇન વ્યસ્ત વિજયવાડા-વિશાખાપટ્ટનમવાળા રુટ પર છે. ભારતીય રેલવે દ્વારા ટ્રાફિકને હળવો કરવા આ યોજનાની પહેલ કરી છે.

રેલવે મંત્રાલય દ્વારા પહેલા જ 6 સ્ટેશન પર લાંબી લૂપ લાઇનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. જ્યારે બિક્કાવોલૂ સ્ટેશન પર નિર્માણ કાર્ય શરૂ થઇ ગયુ અને ડેડલાઇન પહેલા જ ત્યાં લૂપ લાઇન તૈયાર થઇ ગઇ છે.  બિક્કાવોલૂ સ્ટેશન પર લૂપ લાઇનનું નિર્માણ કાર્ય પેસેંજર ટ્રેનને સંચાલનને કોઇ બાધિત વગર કરવામાં આવશે

લાંબી લૂપ લાઇન બનાવથી શું ફાયદા

  • લૂપ લાઇન જય કિસાન જેટલી લાંબા સફરની ટ્રેન માટે અનૂકૂળ થશે, જ્યાં બે માલગાડીઓને જોડવામાં આવે છે.
  • માલગાડીઓને મુખ્ય રેગ્યુલર લાઇનથી હટાવીને પેસેંજર ટ્રેનના સમયમાં સુધાર કરી શકાશે.
  • માલગાડીઓ વધારે રોકાણના બદલે ટ્રેનોને ઝડપથી ચલાવા માટે આ પ્રભાવી રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.