પ્રસિદ્ધ WWE સ્ટાર ટ્રીપલ એચે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેનો અર્થ એ છે કે, ટ્રીપલ એચ હવે રિંગમાં વિરોધીઓ સાથે પંગો લેતો જોવા મળશે નહીં.અને ટ્રીપલ એચે ESPNના ફર્સ્ટ ટેક શોમાં સ્ટીફન સ્મિથને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. હાલમાં જ ટ્રીપલ એચના હૃદયનું ઓપરેશન થયું હતું.
ટ્રીપલ એચે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું ઘણું બધું કરી ચૂક્યો છું, હું પછી ક્યારેય પણ રેસલિંગ નહીં કરું. આ નિર્ણયને સ્વીકારવો મુશ્કેલ છે અને આ સ્થિતિ તમને જીવન વિશે અલગ રીતે વિચારવા પર મજબૂર કરે છે. આ સ્થિતિ તમને એવી વસ્તુઓ માટે ઓછી પ્રેરિત નથી કરતી, જે તમે કરો છો,પણ આ નિશ્ચિત રૂપથી એવી વસ્તુઓની પ્રશંસા કરે છે, જે તમારી પાસે વધુ છે. હું તે 1-યાર્ડ લાઈન પર હતો, જ્યાં તમે જવા ઈચ્છતા નથી.’
ટ્રીપલ એચે પોતાના કરિયરમાં ક્યારેય પણ ભૂતકાળ તરફ નથી જોયું અને અનેક વાર WWEનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. છેલ્લા 25 વર્ષોમાં અનેક સુપરસ્ટાર્સ આવીને ગયા, પણ ટ્રીપલ એચે વિપક્ષી ખેલાડીઓને મ્હાત આપીને પોતાના પર્ફોમેન્સના દમ પર નામ કમાવ્યું છે.અને રિટાયરમેન્ટ પછી પણ ટ્રીપલ એચ પોતાની યાદગાર પર્ફોમેન્સના માધ્યમથી WWEનો આઈકોન રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.