ભારતમાં કોરોનાના વધતા જતા પ્રભાવ વચ્ચે જો હોસ્પિટલોમાં બેડની અછત સર્જાય તેવા સંજોગોમાં ટ્રેનોના કોચને આઈસોલેશન વોર્ડ અને આઈસીયુમાં ફેરવવાનો રસપ્રદ પ્રસ્તાવ કેરાલાની એક ફર્મે પીએમ મોદીને આપ્યો છે.
એવા પણ રિપોર્ટ છે કે, ગ્રામ્ય વિસ્તારોને ધ્યાનમાં રાખીને સરકારે ટ્રેનના કેટલાક કોચ અને કેબિનોને આ પ્રકારે કામચલાઉ હોસ્પિટલમાં ફેરવવા માટે આદેશ પણ આપ્યો છે. આની પાછળનુ એક કારણ એ પણ છે કે, ભારતનો મોટાભાગનો વિસ્તાર રેલવે થકી કનેક્ટ છે. એટલે જો અંતરિયાળ વિસ્તારોમાં આ મહામારી ફેલાય તો ટ્રેનની બોગિયોને હોસ્પિટલમાં ફેરવી દેવાય તો તેને કોઈ પણ જગ્યાએ સારવાર માટે લઈ જઈ શકાય છે.
કેરલની એક ફર્મે આ પ્રકારની હોસ્પિટલ ડિઝાઈન કરી આપવાની ઓફર કરી છે. ફર્મના ડાયરેકટરનુ કહેવુ છે કે, આપણી પાસે 12167 ટ્રેનો છે. દરેકમાં 23 થી 30 કોચ હોય છે. જેમાં મેડિકલ સ્ટોરથી માંડીને આઈસીયુ અને પેન્ટ્રી કારની વ્યવસ્થા પણ હોય છે. આમ દરેક ટ્રેનમાં 1000 બેડની વ્યવસ્થા થઈ શકે છે. 7500 સ્ટેશનો થકી દર્દીઓને સીધા આ ટ્રેનોમાં ભરતી કરાવી શકાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.