ઉનાળોએ હળવે રહીને દસ્તક આપી દીધી છે, સાથે-સાથે બાળકોને વેકેશન પણ પડશે. આ સમયગાળામાં લોકો ફરવાનો પ્લાનિંગ કરતા હોય છે. મોટાભાગે આ સમયે બધા અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય છે. તો આજે જાણો કે અમદાવાદથી ટ્રેનનું વેઈટિંગ લિસ્ટ શું કહે છે.
અમદાવાદથી અવધ નગરી ફરવા જવા માટે Sabarmati Express ટ્રેન નંબર- 19165 સેવા પુરી પાડે છે. અમદાવાદ સ્ટેશન પરથી રાત્રે 11:10 વાગ્યે શરૂ થાય છે અને આખી જર્ની 29 કલાકમાં પુરી કરે છે. આ ટ્રેન અઠવાડિયાના 3 વારે એટલે કે બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે.
ઘણા લોકો કાર લઈને જતા હોય છે. ઘણા લોકો વિમાનમાં મુસાફરી કરવાનું પ્લાનિંગ કરતા હોય છે તો ઘણા ટ્રેનમાં જવાનું પ્લાનિંગ કરે છે.
માર્ચ અને એપ્રિલની વાત કરીએ તો ઉપર મુજબની બધી તારીખો પેક છે. સીટ મળવાના ચાન્સ એવરેજ 60 થી 70 ટકા છે.
મે મહિનામાં ફક્ત 8 તારીખ સુધી જ વેઈટિંગ જોવા મળે છે. તેમાં પણ તમને RAC જોવા મળશે. તારીખ 10, 12, 15, 17 એ RACમાં સીટ મળવાના ચાન્સ છે. બાકીની તારીખોમાં સીટ અવેલેબલ છે.
જુનમાં તારીખ 21ને છોડીને બધી તારીખોમાં સીટ મળી રહેશે. પણ 21 તારીખે ઉપર ફોટો મુજબ RAC જોવા મળે છે. તો જુનમાં તમને સીટ બુક કરી શકો છો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી જે તે સમયે લખેલા ન્યૂઝ વખતની છે. બની શકે કે તમે જ્યારે બુક કરાવો ત્યારે સીટ અવેલેબલ હોય. આ માટે ઓફિશિયલ સાઈટ ચેક કરી લેવી જોઈએ.)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.