ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર, જાણો ખીસ્સા પર કેટલો વધશે ભાર

રેલવેની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને પી.એમ.ઓ.એ રેલવે મંત્રાલયથી મુસાફર ટ્રેનોનું ભાડુ વધારવા કહ્યું છે. પી.એમ.ઓ.એ જણાવ્યું છે કે હાલની રેલવેની આર્થિક સ્થિતિને જોતા આ મહિનાથી જ ભાડામાં વધારો કરવો જોઇએ. લોકોને રેલવેની કથળતી હાલત અંગે પણ માહિતગાર કરવા જોઇએ. પી.એમ.ઓ.એ આ માર્ગદર્શિકા રેલવેની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને આપી છે.

ઉલ્લેખનિય છે કે ભારતીય રેલવે ટૂંક સમયમાં ભાડામાં વધારો કરી શકે છે. રેલવે બોર્ડને આ માટે મંજૂરી મળી ગઇ છે. આ માટે રેલ અધિકારીઓ વચ્ચે મંથન શરુ થઈ ગયું છે.

સૂત્રોના મતે રેલવે સબ અર્બન ટ્રેનોથી લઈને મેલ/એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઈ રહ્યું છે. આ વધારો 5 પૈસાથી પ્રતિ કિલોમીટરથી લઈને 40 પૈસા પ્રતિ કિલોમીટર સુધી હોઈ શકે છે. આ કારણે રેલવેના દરેક ક્લાસના ભાડામાં 15થી 20 ટકા વધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.