જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી બે આતંકીઓએ અગાઉ ભાજપના નેતાના ઘર પર હુમલો કર્યો હતો અને તે બાદથી ફરાર હતા.
તપાસ ચાલી રહી તે સમયે જ આતંકીઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. આઇજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે નોવાગામમાં આવેલા ભાજપના નેતા અનવર અહેમદના ઘર પર આતંકીઓએ હુમલો કર્યો હતો.
ભાજપ નેતાના હુમલામાં કુલ ચાર આતંકીઓ સામેલ હતા જેમાંથી બે માર્યા ગયા છે જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.
જે આતંકીઓએ આ હુમલો કર્યો હતો તેઓ લશ્કરે તોયબા, અલ-બદ્ર સાથે સંકળાયેલા હતા. આતંકીઓએ પોલીસ જવાનની રાઇફલ પણ છીનવી લીધી હતી. જે બાદથી તેઓ ફરાર હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.