આગળની તૈયારી વધારે કેસોને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે,3 કેટેગરીમાં વિભાજિત છે પ્લાન

એક ઓક્સિજન બેડ માટે સોશિયલ મીડિયા પર એસઓએસ મેસેજનુ પુર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકાર ઓક્સિજન પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યૂશનને લઈને ઝડપથી કામ કરી રહી છે. ઓક્સિજનની સપ્લાયને લઈને કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન પર આધારિત આકલન મુજબ આ સમયે સમગ્ર દેશમાં લગભગ 6.9 લાખ એવા દર્દી છે.

પરંતુ આગળની તૈયારી વધારે કેસોને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે. આ સમયે કેન્દ્ર અને રાજ્ય બન્નેમાં વધારે મામલાને લઈને પ્લાન તૈયાર કરી રહ્યા છે.

ન્યૂઝ રિપોર્ટ કહે છે કે કેન્દ્ર મુજબ ઓક્સિજન સપ્લાયનો પ્લાન 3 કેટેગરીમાં વિભાજિત છે. આ કેટેગરીમાં પહેલા નંબર પર 80 ટકા માઈલ્ડ કેસોનું છે જેમને ઓક્સિજન બીજા નંબર પર આવે છે 17 ટકા મોડરેટ કેસ જેમને સારવાર દરમિયાન ઓક્સિજનની જરુર પડે છે.

કેન્દ્રના ફોર્મ્યુલાના હિસાબે જોઈએ તો લગભગ 20 ટકા એવા મામલા છે કે જેમાં ઓક્સિજનની જરુર પડી શકે છે. કેન્દ્રનુ કહેવું છે કે રાજ્યોમાં વધારે એક્ટિવ કેસ મુજબ ઓક્સિજન સપ્લાય નક્કી કરવામાં આવ્યો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.