અમેરિકાના લોસ એન્જેલસમાં રહેતા ટ્રાન્સજેન્ડર પુરુષ બેનેટ કાસ્પર વિલિયમ્સે એક બાળકને જન્મ આપ્યો છે, પણ તેની ફરિયાદ છે કે જ્યારે તે ગર્ભાવસ્થામાં હતો, ત્યારે નર્સ તેણે મોમ કહીને બોલાવતા હતા, તે વાત બોનેટને પસંદ ન હતી. બેનેટ કાસ્પર વિલિયમ્સે એક ઈન્ટરવ્યૂમાં માતા બનવાની કહાની શેર કરી છે. 37 વર્ષના ટ્રાન્સજેન્ડર બેનેટ કાસ્પરનું કહેવું છે કે, દરેક બાળકને જન્મ આપનાર ‘માતા’ જ ન હોય શકે પુરુષ પણ બાળકને જન્મ આપી શકે છે. પુરુષ હોવા છતા નર્સ તેણે ગર્ભાવસ્થા દરમિયાન ‘મોમ’ કહીને જ સંબોધતી હતી.
બેનેટ જ્યારે 20 વર્ષનો થયો અને તેનામાં બદલાવની પ્રક્રિયા શરૂ થઇ, ત્યારે તેને જાણ થઇ કે તે એક ટ્રાન્સજેન્ડર છે. આ દરમિયાન વર્ષ 2017મા તેની મુલાકાત મલિક સાથે થઇ, જેની સાથે બેનેટે 2019મા લગ્ન કરી લીધા.અને ત્યાર બાદ આ બંનેએ નિર્ણય કર્યો કે તેઓ બાળકને જન્મ આપવા ઈચ્છે છે. ત્યાર બાદ બંનેએ બાળકને જન્મ આપવા માટેના વિકલ્પો શોધ્યા. તેના માટે બેનેટની ટેસ્ટોસ્ટેરોન હાર્મોન થેરેપીને અટકાવવી પડી, જે તે ગત કેટલાક સમયથી પોતાના ઓવરીને કાર્ય કરવામાં સક્ષમ બનાવવા માટે કરી રહ્યો હતો.
બેનેટે 2015મા એક સર્જરીના માધ્યમથી પોતાના બ્રેસ્ટ કાઢી નાંખ્યા હતા,અને જેના માટે અંદાજે 3 લાખ 76 હજારથી વધુ રૂપિયા ખર્ચ કર્યા હતા, પણ તેના રીપ્રોડકટીવ સિસ્ટમ પર તેની અસર નથી થઈ. અંતમાં તેને નિર્ણય લીધો કે, તે ગર્ભ ધારણ કરવા માટે કન્ફર્ટેબલ છે. પછી બેનેટે ગર્ભ ધારણ કર્યું અને સિઝેરિયન સેક્શનના માધ્યમથી એક બાળકને જન્મ આપ્યો, જેનું નામ હટસન રાખ્યું છે, હટસન અંદાજે દોઢ વર્ષનો થઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.