માત્ર 1,499 રૂપિયામાં હવાઇ મુસાફરી કરો! આ એરલાઇન્સનો ધમાકેદાર ફેસ્ટિવલ સેલ, જલ્દી કરાવો બુકિંગ

અત્યારે હવે દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો દિવાળી વેકેશનમાં દેશ-વિદેશ ફરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જેને કારણે ફ્લાઇટ્સની માંગ પણ વધી છે. ફેસ્ટિવલ સીઝનમાં અનેક એરલાઇન્સ ધમાકેદાર ઓફર આપી રહી છે. જો તમે પણ આ તહેવારો દરમિયાન ફ્લાઇટ બુક કરવાનું વિચારી રહ્યા હોય તો વિસ્તારાની દમદાર ઓફરનો લાભ લઇ શકો છો.

News Detail

અત્યારે હવે દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો દિવાળી વેકેશનમાં દેશ-વિદેશ ફરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જેને કારણે ફ્લાઇટ્સની માંગ પણ વધી છે. ફેસ્ટિવલ સીઝનમાં અનેક એરલાઇન્સ ધમાકેદાર ઓફર આપી રહી છે. જો તમે પણ આ તહેવારો દરમિયાન ફ્લાઇટ બુક કરવાનું વિચારી રહ્યા હોય તો વિસ્તારાની દમદાર ઓફરનો લાભ લઇ શકો છો. વિસ્તારાએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇ્ટસ માટે ઑફર લોન્ચ કરી છે. ઇકોનોમી, પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ એમ બધા જ ક્લાસ માટે આ સેલ છે. દરેક ડોમેસ્ટિક સેક્ટર્સમાં આ સેલ આજથી 19 ઑક્ટોબર સુધી ચાલશે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે 20 ઑક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં તમે 23 ઑક્ટોબર, 2022થી 31 માર્ચ, 2023 સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકો છો.

ગ્રાહકો વિસ્તારાની આ ફેસ્ટિવ સેલનો ફાયદો ઉઠાવીને ટ્રિપ પ્લાન કરી શકે છે. તમે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને માટે પ્લાન કરી શકો છો. વિસ્તારા આ સેલમાં આકર્ષક રેટ્સમાં મુસાફરીની તક આપે છે.

માત્ર 1,499 રૂપિયામાં મુસાફરી કરો
આ સેલ અંતર્ગત ડોમેસ્ટિક બુકિંગ માટે તમારે 72 કલાકનો સમય મળશે. આ સેલ 17 ઑક્ટોબરથી શરૂ થઇને 19 ઓક્ટોબર રાત્રે 11 વાગ્યાને 59 મિનિટ સુધી રહેશે. તેમાં ડોમેસ્ટિક ઉડાનોની વન-વેની કિંમત ઇકોનોમી ક્લાસ માટે માત્ર રૂ.1,499 છે, પ્રીમિયમ ઇકોનોમી માટે રૂ.2,999 અને બિઝનેસ ક્લાસ માટે રૂ.8,999 છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ભાડું
ઇન્ટરનેશનલ રૂટની વાત કરીએ તો રિટર્ન ટિકિટની કિંમતો ઇકોનોમી ક્લાસ માટે 14,149 રૂપિયા, પ્રીમિયમ ઇકોનોમી માટે 18,499 રૂપિયાથી અને બિઝનેસ ક્લાસ માટે 42,499 રૂપિયાથી શરૂ થઇ રહી છે. તેમાં 4 લાંબો બુકિંગ પીરિયડ 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રહેશે. આ ટિકિટ 23 ઑક્ટોબર 2022 થી 31 માર્ચ 2023 સુધીની મુસાફરી માટે બુક કરાવી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.