સુમન યાત્રા ટિકિટ યોજનાની સફળતા બાદ પાલિકા દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દરરોજ 11,000 થી વધુ લોકો મની કાર્ડનો ઉપયોગ કરે છે. આ સેવાનો લાભ પાલિકાના 13 BRTS અને 45 સિટીબસ રૂટને મળશે.આ સેવા શરૂ કરવાનો ચોક્કસ ઉદ્દેશ્ય લોકો વધુને વધુ સીટી બસો અને બીઆરટીએસ બસોનો ઉપયોગ કરે તે છે. તમને જણાવી દઈએ કે નગરપાલિકાની જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.
News Detail
ડીજીટલ કેસલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપવા સુરતીઓ માટે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મનીકાર્ડ અને સિટીલિંક એપ દ્વારા ટિકિટ બુક કરાવનારાઓને 100 ટકા રાહત મળશે.આ સેવાથી બીઆરટીએસના 13 રૂટ અને સિટીબસના 45 રૂટને ફાયદો થશે.સુરતની જનતા માટે સુરત પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના રહેવાસીઓ માટે આજથી એક મહિના માટે મહાનગરપાલિકાએ બસ સેવા મફત કરી છે. સુરત મની કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે મફત સેવાની જાહેરાત કરવામાં આવી છે. મની કાર્ડ પર ટેપ કરવા પર મુસાફરને એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં.મ્યુનિસિપલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા અને ડિજિટલ કેસલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપવા માટે, આજથી 30 સપ્ટેમ્બર સુધી સુરત મનીકાર્ડ અને સિટીલિંક મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરાવનારાઓને ટિકિટ પર 100% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સિટી બસ સેવાને લોકપ્રિય બનાવવા માટે પાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિટીલિંક એપ દ્વારા ટિકિટ બુક કરાવનારાઓને પણ 100 ટકા રાહત મળશે. સુમન યાત્રા ટિકિટ યોજનાની સફળતા બાદ પાલિકા દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દરરોજ 11,000 થી વધુ લોકો મની કાર્ડનો ઉપયોગ કરે છે. આ સેવાનો લાભ પાલિકાના 13 BRTS અને 45 સિટીબસ રૂટને મળશે.આ સેવા શરૂ કરવાનો ચોક્કસ ઉદ્દેશ્ય લોકો વધુને વધુ સીટી બસો અને બીઆરટીએસ બસોનો ઉપયોગ કરે તે છે. તમને જણાવી દઈએ કે નગરપાલિકાની જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. સમગ્ર દેશમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં તમે સિટીબસ અને BRTSમાં એક જ ટિકિટ પર મુસાફરી કરી શકો છો. બીઆરટીએસના 13 અને સિટીબસના 45 રૂટ પર દરરોજ આશરે 2.30 લાખ લોકો અહીં મુસાફરી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.