Travel With AsmitaNew : ક્રિસમસ નાંવેકેશન માં માત્ર આટલા ઓછા ખર્ચમાં જ કરી શકો છો દુબઈ ટ્રીપ, જુઓ ફોટા

દરેક વ્યક્તિને દેશ – દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે જુઓ વિગત..

કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં દુબઈનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે દુબઈ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી
ક્રિસમસના વેકેશનમાં મોટા ભાગના લોકોને વિદેશ ફરવા જવાનું મન થતુ હોય છે. પરંતુ ખર્ચ વધારે થતો હોવાના કારણે જઈ શકતા નથી. તો દુબઈમાં કેવી રીતે ટુર કરવાથી ઓછા સમય અને ઓછા ખર્ચમાં વધુ સ્થળની મુલાકાત લઈ શકો છો. તે અંગે માહિતી આપીશું.
ક્રિસમસના વેકેશનમાં મોટા ભાગના લોકોને વિદેશ ફરવા જવાનું મન થતુ હોય છે. પરંતુ ખર્ચ વધારે થતો હોવાના કારણે જઈ શકતા નથી. તો દુબઈમાં કેવી રીતે ટુર કરવાથી ઓછા સમય અને ઓછા ખર્ચમાં વધુ સ્થળની મુલાકાત લઈ શકો છો. તે અંગે માહિતી આપીશું.

અમદાવાદથી તમે ફ્લાઈટ મારફતે દુબઈ જઈ શકો છો. દુબઈ પહોંચ્યા બાદ તમે બુર્જ ખલીફાની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવે છે. જો તમે અગાઉથી ટિકિટ બુક કરાવશો તો ટીકિટ સસ્તા દરે મળી શકે છે. ત્યારબાદ તમે દુબઈ ફાઉન્ટેન શોની મુલાકાત લઈ શકો છો. આ બાદ તમે દુબઈ મોલ અને ડિનરની મજા માણી શકો છો. Day-2 બીજા દિવસે તમે દુબઈ મ્યુઝિયમ અને અલ ફહિદી ફોર્ટની મુલાકાત લઈ શકો છો. તેમજ દુબઈ ક્રીકની મુલાકાત લઈ શકો છો. આ બાદ જુમેરાહ બીચ અને બુર્જ અલ આરબ વ્યુ નીહાળવાની મજા માણો. તેમજ ગ્લોબલ વિલેજની મુલાકાત પણ લઈ શકો છો. Day-3 ત્રીજા દિવસે તમે પામ જુમેરાહ અને એટલાન્ટિસ એક્વાવેન્ચર વોટરપાર્કની મુલાકાત લેવી જોઈએ. ત્યારબાદ દુબઈ મરિના અને યાટ ટૂર ની મુલાકાત લઈ તમે અમદાવાદ પરત ફરી શકો છો

દુબઈ તમે ફ્લાઈટ મારફતે પહોંચી તમે સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી બુર્જ ખલીફાની મુલાકાત લઈને સુંદર વ્યુની મજા માણી શકો છો. ત્યારબાદ સાંજના 6 વાગ્યા પછી દુબઈ ફાઉન્ટેન શોના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. આ ઉપરાંત તમે લોકલ ફૂડ અને દુબઈ મોલને નિહાળી શકો છો.Day-2 દુબઈ મ્યુઝિયમ અને અલફહિદી ફોર્ટની મુલાકાત લઈ શકો છો. દુબઈ ક્રીકની પણ તમે મજામાણી શકો છો. તેમજ જુમેરાહ બીચ અને બુર્જ અલ આરબ વ્યુની મજામાણી શકો છો. આ ઉપરાંત ગ્લોબલ વિલેજની પણ મુલાકાત સાંજે 4 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી લઈ શકો છો. Day-3 ત્રીજા દિવસે તમે પામ જુમેરાહ અને એટલાન્ટિસ એક્વાવેન્ચર વોટરપાર્કની મુલાકાત સવારે 10 વાગ્યાથી લઈ શકો છો. દુબઈ મરિનામાં યાટ ક્રુઝમાં દિવસ પસાર કરી શકો છો. Day-4 દુબઈ ડેઝર્ટ સફારીની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે ડેઝર્ટ સફારી જેમાં ડૂન બેશિંગ, કેમલ રાઇડ, BBQ ડિનર અને પરંપરાગત નૃત્યને નીહાળી શકો છો. ત્યારબાદ હોટલ પર આવી આરામ કરી શકો છો. Day-5 મિરેકલ ગાર્ડનની મુલાકાત તમે સવારે 9 લાગ્યાથી રાત્રે 9 વાગ્યા વચ્ચે લઈ શકો છો. તેમજ અમીરાતના મોલમાં ઇન્ડોર સ્કી રિસોર્ટ. સ્કી અને સ્નોબોર્ડિંગ અનુભવ કરી શકો છો. ત્યારબાદ તમે અમદાવાદ પરત ફરી શકો છો.
દુબઈ તમે કોઈ પણ ફ્લાઈટ મારફતે પહોંચી હોટલમાં ચેકઈન કરી આરામ કરી શકો છો. જો આરામ ન કરવો હોય તો તે દિવસે તમે બુર્જ ખલીફા, દુબઈ મોલ, દુબઈ એક્વેરિયમની મુલાકાત લઈ શકો છો. જેનો આશરે ખર્ચ 3700 થી 5700 વચ્ચે આવી શકે છે. Day-2 બીજા દિવસે તમે દુબઈ મરિના, જેબીઆર બીચ, પામ જુમેરાહ, એટલાન્ટિસ એક્વાવેન્ચરની મુલાકાત લઈ શકો છો. જેનો ખર્ચ લગભગ 5 થી 7 હજાર થઈ શકે છે. ત્યાર બાદ તમે Day-3 ત્રીજા દિવસે દુબઈ ફ્રેમ, દુબઈ ડેઝર્ટ સફારી કરી શકો છો. Day-4 ચોથા દિવસે તમે આશરે 1000 રુપિયાની ટિકીટમાં ગ્લોબલ વિલેજની મુલાકાત લઈ શકો છો. Day-5 આ ઉપરાંત પાંચમાં દિવસે દુબઈ મિરેકલ ગાર્ડન તમે સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધીમાં જોવા જઈ શકો છો.Day-6અમીરાતના મોલ ખાતે સ્કી દુબઈની મજા આશરે 4 હજાક રુપિયામાં માણી શકો છો. Day-7 અમીરાતના મોલમં ખરીદી કરી તમે અમદાવાદમાં આવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.