સુરતના હજીરા પોઇન્ટ ઉપર તોડ કરતા TRB જવાન કેમેરામાં કેદ…

રાજ્યમાં ટ્રાફીક પોલીસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનો અનેકવાર વિવાદમાં આવી ચૂક્યા છે અને તેમની સામે લાંચ લેવાના અનેક કિસ્સા પણ સામે આવ્યા છે અને હવે આવી ઘટના સામે આવી છે સુરતમાં, જ્યાં તોડ કરતા ટીઆરબી જવાનનો વીડિયો વાયરલ થયો છે. સામાન્ય લોકો પાસેથી તોડ કરતા ટીઆરબી જવાનોની હરકત કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિક જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.

હજીરા પોંઇટ ઉપર ફરજ ન હોવા છતાં ટીઆરબી જવાન ત્યાં ઉભો રહી તોડ કરી રહ્યો હતો અને આ અંગે જ્યારે સ્થાનિક નાગરિકે વિડીયો બનાવ્યો ત્યારે ટીઆરબી જવાને તેનો મોબાઈલ આંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદ આરોપી જવાન કેમેરાથી મો સંતાડી ભાગી ગયો હતો. નોંધનિય છે કે, ટ્રાફીક પોલીસની કામગીરી સામે મંત્રી કુમાર કાનાણીએ પણ ફરિયાદ કરી હતી. અને ટ્રાફીક વિભાગમાં આટલી બધી લોલમલોલ ચાલતી હોવા છતા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.