કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. દંડના વધારાની સાથે સાથે નવા નિયમોના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નવા ટ્રાફિક નિયમની અમલવારી પછી રાજ્યના વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી રહી છે.
કાચું લાઈસન્સ મેળવવા માટે બેથી અઢી મહિનાનું વેઈટીંગ આવી રહ્યું છે. જોકે, RTOના કામ ઝડપથી થાય અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા શનિવાર અને રવિવારના રોજ RTOનું કામ શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વાહન ચાલકોને થોડી રાહત મળી હતી. પરંતુ હવે ફરીથી વાહન ચાલકોની લાઈનો RTOમાં લાગશે કારણ કે, નવા ટ્રાફિકના નિયમ અનુસાર ટ્રેક્ટર અથવા તો રીક્ષા ચલાવતા લોકોએ પણ ફોર વ્હિલરનું લાઈસન્સ મેળવવું પડશે.
કેન્દ્ર સરકાર દ્વારા હવે ફોર વ્હિલરના લાઈસન્સમાં રીક્ષા અને ટ્રેક્ટર જેવા વાહનોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે જેટલા પણ રીક્ષા કે ટ્રેક્ટર ચલાવતા લોકો પાસે કાચું કે પાકું લાઈસન્સ હોય તેમણે હવે કારનું લાઈસન્સ પણ મેળવવું પડશે. રીક્ષા કે ટ્રેક્ટર ચાલકે કારના ટેસ્ટ માટે અપોઈમેન્ટ લઇને કાર ડ્રાઈવિંગની ટેસ્ટ આપવી પડશે.
જો રીક્ષા ચાલક પાસે કાર ન હોત તો તેણે ભાડેથી કાર લઇને ફાઇનલ ટેસ્ટ આપવાની રહેશે. આ ઉપરાંત ધોરણ 8 પાસ અને બેઝનો નિયમ નવા નિયમોમાં રદ્દ કરવામાં આવ્યો હોવા છતાં પણ અમદાવાદના RTOમાં આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો નથી. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીન સામનો કરવાનો વારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.