એક રિપોર્ટ અનુસાર શુક્રવારે રાતે 9 વાગ્યા સુધી વેક્સીનેશન માટે કરાયેલા 7 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 1 કરોડ જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા છે. આ સિવાય 3.75 કરોડ લોકો એવા છે જે સીધા વેક્સીનના ડોઝ લેવા પહોંચી ગયા છે. તેમાં 2.3 કરોડ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સામેલ છે.
મંત્રાલયે કહ્યું કે કુલ 7,06,18,026 વેક્સીનના ડોઝ લગાવાયા છે. તેમાંથી 6,13,56,345 લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે તો 92,61,681 લોકોને વેક્સીનનો અન્ય ડોઝ પણ અપાઈ ચૂક્યો છે. જેમાં 89,03,809 સ્વાસ્થ્ય કર્મી અને 95,15,410 અગ્રીમ મોર્ચાના કર્મીઓ પણ સામેલ છે જેઓએ પહેલો ડોઝ લીધો છે.
મંત્રાલયે કહ્યું કે 52,86,132 સ્વાસ્થ્ય કર્મીઓ અને સાથે જ 39,75,549 અગ્રિમ મોર્ચાના કર્મીઓએ અન્ય ડોઝલીધો છે. મંત્રાલયે કહ્યું છે કે 45 વર્ષથી વધારે ઉંમરના 4,29,37,126 લાભાર્થીઓને પહેલો ડોઝ અપાયો છે.
કોરોના વેક્સીનેશન અભિયાનના ત્રીજા તબક્કામાં રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં 52000 લોકોએ વેક્સીન લગાવી છે. આ સમયે 45 વર્ષથી વધારે ઉંમરના દરેક લોકોને વેક્સીન લગાવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.