નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) અને હત્યાના મામલામાં દોષી વિનય શર્મા (Vinay Sharma)એ પોતાને ફાંસીની સજાથી બચવા માટે વધુ એક ચાલ ચાલી છે. મળતી જાણકારી મુજબ, દોષીએ સેલની દીવાલ સાથે પોતાનું માથું ફોડી દીધું છે, જેમાં તેને ઈજા થઈ છે. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કર્યા બાદ ફરી જેલ મોકલી દેવામાં આવ્યો છે.
વિનય શર્માને તિહાડ જેલના બેરેક નંબર-3માં રાખવામાં આવ્યો છે. આ ઘટના 16 ફેબ્રુઆરીએ બની હતી. સૂત્રો અનુસાર વિનયે સેલમાં પોતાનું માથું દીવાલ સાથે ભટકાવ્યું. જોકે તે ફરી આવું કરતો ત્યાં સુધીમમાં બહાર ઊભેલા સિપાહીએ તેને રોકી દીધો. મળતી માહિતી મુજબ દોષી વિનય પોતાને ફાંસીથી બચાવવા માટે ચાલ ચાલી રહ્યો છે. તે પોતાને મેડિકલ અનફિટ કરવાના પ્રયાસમાં છે જેથી તેની ફાંસી ટળી જાય. આ ઘટના બાદ ચારેફ દોષિતોને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી વાર ડેથ વૉરન્ટ જાહેર થયા બાદથી જ દોષિતોતના વલણમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમનું વલણ પહેલાથી વધુ આક્રમક થઈ ગયું છે. હવે તેમને નાની-નાની વાતો પર ગુસ્સો આવી રહ્યો છે. સીસીટીવી દ્વાર એક કર્મચારી સતત ચારેય દોષિતો પર નજર રાખી રહ્યા છે.
દોષિતોના વકીલ એ.પી. સિંહે દાવો કર્યો કે વિનયની માનસિક સ્થિતિ ઠીક નથી. 17 ફેબ્રુઆરીએ વિનયે પોતાની માતાને ઓળખવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. સિંહે કહ્યું કે નવું ડેથ વૉરન્ટ જાહેર થયા બાદથી વિનયની માનસિક સ્થિતિ વધુ બગડી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.