ત્રિપુરામાં રેપ બાદ યુવતીને સળગાવી, યુપીમાં એસિડ ફેંક્યો : બિહારમાં બાળકી પર રેપ

દેશભરમાં રેપની વધતી ઘટનાઓનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સિૃથતિ વચ્ચે પણ રેપની અતી જઘન્ય ઘટનાઓ સામે આવી રહી છે. બિહારમાં એક શિક્ષકે સગિરાનું અપહરણ કરીને તેના પર રેપ કર્યો હતો.

આ ઘટના બિહારના સુપૌલમાં સામે આવી હતી. આ મામલે પોલીસે હાલ આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે માત્ર બિહાર જ નહીં અન્ય રાજ્યોમાં પણ આવી જ શરમજનક ઘટનાઓ સામે આવી હતી.

ત્રિપુરામાં પણ બિહાર જેવી જ ઘટના સામે આવી હતી, અહીં એક શખ્સે જેની સાથે લગ્ન થવાના હતા તેને જ જીવતી સળગાવી મારી નાખી હતી. પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં એક યુવતીને ફેસબુક પર એક યુવકે ફોસલાવી હતી.

બાદમાં તેની સાથે શારિરીક સંબંધ બાધ્યો હતો, બન્નેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. જોકે લગ્ન થાય તે પહેલા જ યુવતીને યુવકે જીવતી સળગાવીને હત્યા કરી હતી. બન્ને ઘરેથી સાથે ભાગી ગયા હતા અને 11મી તારીખે જ બન્નેના લગ્ન પણ થવાનું નક્કી થઇ ગયું હતું.

શુક્રવારે બન્ને વચ્ચે કોઇ વાતને લઇને જગડો થઇ ગયો હતો. વિવાદ એટલો વધ્યો હતો કે યુવકે બાદમાં યુવતી પર કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી જેને પગલે તેનું મોત નિપજ્યું હતું. બાદમાં પીડિતાના પરિવાજનોએ આરોપીને પકડી પાડયો હતો અને પોલીસને સોપી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.