વધતા કોરોના સંક્રમણને લઇ અમદાવાદ શહેરની જનતામાં જાગૃતતા જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં સ્વંયભૂ લોકડાઉન જોવા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદમાં મોલ સિવાયની દુકાનો પણ બંધ જોવા મળી. અલગ અલગ સુપર માર્કેટ પણ બંધ જોવા મળ્યા. કોરોનાના તાંડવ સામે અમદાવાદમાં જાગૃતતા જોવા મળી રહી છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા જાહેરાત કરાઇ છે. 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે.
અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ માટે વસ્ત્રાપુર સહિત આખા અમદાવાદમાં લાંબી લાઈનો લાગી છે. અમદાવાદમાં કોરોનાને લઈને બગડતી સ્થિતિને પગલે લોકો ટેસ્ટ કરાવવા દોડી રહ્યા છે.
ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત નિરમા યુનિવર્સિટીમાં પણ RTPCR ટેસ્ટ મોકલાશે. RTPCR ટેસ્ટના સેમ્પલ યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં સેમ્પલ કલેકશનથી લેબોરેટરી ઉપર ભારણ ઓછુ થશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.