ત્રિશૂલિયા ઘાટ અકસ્માત / ટ્રોમાં સેન્ટરના દરેક બેડ ઉપર મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ ક્યાં છે…ની બૂમો

પાલનપુરઃ અંબાજીની અકસ્માતની ઘટનાને પગલે દાંતામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દર્દીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5થી 10 દર્દીઓ ભરી-ભરી લવાયા હતા. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેને લઇ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર દર્દીઓની ચિચિયારીઓથી ખળભળી ઊઠ્યું છે. મોટાભાગના દર્દીઓ સારવારની સાથે પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે.

બાળકની આંખો માતા પિતાને શોધતી રહી…

માતા-પિતા સાથે દાહોદથી અંબાજી દર્શને આવેલા 6 વર્ષિય મિહિર સુરેશભાઈ ગોહિલને જ્યારે પાલનપુર સિવિલમાં લવાયો ત્યારે તેને એ ખબર નહોતી કે તેને અહીં કેમ લવાયો છે. તેની માસૂમ આંખો તેના માતા-પિતાને શોધતી રહી હતી. અકસ્માતમાં મિહીરને કોઇ ઇજા થઇ ન હતી.

અકસ્માતમાં ઘાયલ સહિત મોતને ભેટેલા લોકોની ઓળખ થાય તેમજ પરિવારના વિખૂટા પડેલા લોકો શોધી શકે અને અકસ્માતની તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તે માટે પાલનપુર સિવિલ ટ્રોમા સેન્ટર ખાતે તંત્રએ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.