આખા દેશમાં છેલ્લા 2 મહિનાથી નાગરિકતા સંસોધન કાનુન અને એનઆરસી વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આમ નાગરિકથી લઈ સેલેબ્રિટી પણ આ મુદ્દે વાત કરી રહ્યા છે. સ્વરા ભાસ્કરે તો આની વિરુદ્ધમાં મોરચો માંડ્યો છે અને રસ્તા પર ઉતરી આવી છે. દિલ્હીમાં મુંબઈ અને પુણેની તમામ એન્ટી સીએએ રેલીઓ કાનુનની વિરોધમાં છે. આ વચ્ચે રવિવારે સ્વરાએ એક રેલી કરી.
જો કે પ્રોગ્રામ પહેલા સ્વરાનો ભારે વિરોધ થયો. સોશિયલ મીડિયા પર પણ લોકોએ ટ્રોલ કરી. આટલો વિરોધ હોવા છતાં સ્વરા ઈંદોર પહોંચી અને લોકો વચ્ચે વખણાઈ. લોકોની ભારે ભીડ આ રેલીમાં જોડાઈ હતી કે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રવિવારે 2 ફેબ્રુઆરીએ સીએએ અને એનારસી વિરોધમાં ઈંદોરના મહાલક્ષ્મી મેદાનમાં આ મોટી જનસભા યોજવામાં આવી હતી. સ્વરાએ આ દરમિયાન ભાષણ આપ્યું હતું અને લોકોએ વખાણ કર્યા હતા. સ્વરાએ કહ્યું કે, સરકાર આજકાલ જરૂર કોઈ સસ્તો નશો કરી રહી છે. આ નશો છે-નફરતનો નશો. નાગપૂરમાં બેસીને સરકાર દેશને બરબાદ કરવાનો નશો કરી રહી છે.
સ્વરાએ આગળ કહ્યું કે, આપણે મોડા જાગ્યા છીએ. આપણે તો ત્યારે જ જાગી જવું જોઈતું હતું કે, જ્યારે દાદરીમાં અખલાકનું મોત થયું હતું. સ્વરાએ આગળ વાત કરી કે, મારી દાદી જેટલી વાર ભગવાનનું નામ નથી લેતી, એટલી વાર આ સરકાર પાકિસ્તાનનું નામ લે છે. આ સરકારને પાકિસ્તાન સાથે પ્રેમ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં દિગ્વીજય સિંહ પણ જાહર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.