ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની એકતાની પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં જણાવ્યું કે ભારતની એકતા વિશ્વ માટે પ્રેરણાદાયક છે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વામી વિવેકાનંદના કથનને યાદ કરીને કહ્યું કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક સહયોગી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા 26 મિનિટના ભાષણમાં “ભારત” શબ્દનો ઉલ્લેખ વારંવાર કર્યો અને 50 વખત આ શબ્દનું પુનરાવર્તન કર્યુ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા 26 મિનિટના ભાષણમાં અમેરિકા શબ્દ 23 વાર, મોદી 12, દુનિયા 11, આતંકવાદ 7, પાકિસ્તાન 4, મિલિટરી 7, લોકતંત્ર 5, મિત્રતા 5, અર્થવ્યવસ્થા 5, વેપાર 4, કલ્ચર 3, બોર્ડર 2, સુરક્ષા 3, પાડોશી 2, ગુજરાત, ગાંધી અને મોટેરા 2 વાર અને ગરીબી શબ્દનો 2 વાર ઉલ્લેખ કર્યો. જ્યારે તેના ભાષણમાં સાયન્સ, ટેક્નોલોજી, બોલીવુડ, ચાવાળા, સચિન તેંડુલર, વિરાટ કોહલી, સરદાર પટેલ, વિવેકાનંદ અને તાજમહેલનો પણ ઉલ્લેખ થયો.
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક લાખથી વધારે લોકોને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો કઈ કઈ રહી તેના પર એક નજર કરીએ તો..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.