ટ્રમ્પની ભારતમાં 36 કલાકની હાજરી વખતે જ દિલ્હીમાં સૌથી વધારે હિંસા થઈ, પોલીસને લાગે છે દાળમાં કંઈક કાળું 

દિલ્હી રમખાણની તપાસમાં શંકા આતંકી સંગઠનોના સ્લીપર સેલ પર પણ જઈ રહી છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 36 કલાક ભારતમાં ત્યારે હિંસા અંતિમ ચરણ પણ હતી. તેમના ગયાના તરત પછી હિંસા ધીમે ધીમે ઓછી થવા લાગી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં મોટા આંતરરાષ્ટ્રીય કાવતરાના સંકેત મળ્યા છે. એવામાં તપાસ NIAને સોંપવામાં આવશે.

જો કે, ગૃહમંત્રાલયે આ અંગેની પુષ્ટી કરી નથી. NIA આતંકવાદના મામલાઓની તપાસ કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આતંકીઓના સ્લીપર સેલ હતા. ટ્રમ્પની યાત્રા દરમિયાન તેમને સક્રિય કરવામાં આવ્યા હતા. ગોળી વાગવાના કારણે 13 લોકોના મોતની પાછળ પણ આતંકી કાવતરું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની ભૂમિકાની પણ તપાસ કરાઈ રહી છે. બીજી બાજુ દિલ્હીમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કલમ 144માં શનિવારે સવારે 4 કલાકની છૂટ આપવામાં આવી છે. જો કે શાળાઓ 7 માર્ચ સુધી બંધ રહેશે. રમખાણોમાં અત્યાર સુધી 42 લોકોના મોત થયા છે.

પોલીસ અને IB રમખાણકારોના ઘરોની ઓળખ કરી રહી છે. ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજીથી પણ રમખાણકારોની ઓળખ કરીને યાદી બનાવાઈ રહી છે. બીજી બાજુ, રમખાણ ભડકાવવાના આરોપમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાં 14 દિવસની જ્યુડિશીઅલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. કોંગ્રેસે પોલીસ પર એકતરફી તપાસનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ દેખાવકારો પર ગંભરી આરોપવાળા તમામ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાંથી એમિક્સ ક્યૂરે નિમણૂક કરવાની માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.