– ઈમિગ્રન્ટ્સ અંગે ટ્રમ્પની નીતિઓ નિર્દયતાપૂર્ણ, તેના કારણે હજારો બાળકો પરિવારથી અલગ થયા
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાન વચ્ચે તેમની 83 વર્ષીય બહેન મરયાને ટ્રમ્પ બેરીએ તેમના ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગુપ્ત રીતે રેકોર્ડ કરાયેલા એક ઓડિયોમાં કહેવાયું છે કે તેમના ભાઈ ટ્રમ્પનો કોઈ સિદ્ધાંત નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ પર તમે વિશ્વાસ કરી શકો નહીં અને તેઓ પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ‘ખોટું’ બોલ્યા છે. આ ઓડિયો ટેપ જાહેર થયા પછી ચૂંટણી વાતાવરણ ગરમ થઈ ગયું છે. મરયાનેએ ‘છેતરપિંડી’ કરવા માટે ટ્રમ્પની ટીકા કરી અને કહ્યું કે ઈમિગ્રન્ટ્સ અંગે તેમની નીતિઓ નિર્દયતાપૂર્ણ રહી છે.
તેના કારણે હજારો બાળકો તેમના પરિવારથી અલગ થઈ ગયા અને તેમને અટકાયત કેન્દ્રમાં રખાયા છે. તેમણે કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ નિર્દયી છે. ટ્રમ્પની બહેનનો આ સીક્રેટ ઓડિયો વોશિંગ્ટન પોસ્ટ અખબારે જાહેર કર્યો છે. ટ્રમ્પનાં મોટાં બહેન મરયાનેએ તેમના ભાઈની બૌદ્ધિક ક્ષમતા ઉપર પણ સવાલ ઉઠાવ્યો છે.
મરયાનેએ તેમની અલગ રહેતી ભત્રીજી મેરી ટ્રમ્પ સમક્ષ વર્ષ 2018માં આ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેને ગુપ્ત રીતે રેકોર્ડ કરી લેવાયા હતા. ત્યાર પછી મેરી ટ્રમ્પ પરિવારથી અલગ થઈ ગઈ હતી. આ વીડિયોથી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની ક્ષમતાઓ અંગે પરિવારમાં જ વિશ્વાસ ન હોવાની શંકાઓ પેદા થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.