ટ્રમ્પના ભારત આગમનથી પાકિસ્તાન થરથર કંપે છે,સતાવી રહ્યો છે એ વાતનો ડર કે ભારત ક્યાંક……

પુલવામામાં સીઆરપીએફનાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે જે એર સ્ટ્રાઇક કરી હતી, તેનાથી પાકિસ્તાન આજે પણ ડરેલું છે. પાકિસ્તાનને એ વાતનો અત્યારે પણ ડર છે કે ભારત આતંકવાદીઓની વિરુદ્ધ બાલાકોટ એર સ્ટ્રાઇક જેવી મોટી કાર્યવાહી કરી શકે છે. ત્યારે પાકિસ્તાન ફરી એકવાર તણાવમાં છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ફરી એકવાર ભારતથી ડર લાગી રહ્યો છે. પાકિસ્તાનને લાગે છે કે ભારત તેના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. જાણો પાકિસ્તાન કેમ ફરીથી ડરેલું છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા એવા આયશા ફારુકીએ કહ્યું કે,‘ઇમરાનખાન સરકારને આ મુદ્દે ડર લાગી રહ્યો છે. જોકે તેનું મુખ્ય કારણ ન બતાવ્યું. ફારુકીએ કહ્યું કે, ‘તૂર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ અદોંગન પાકિસ્તાનની મુલાકાતે છે. આ દરમિયાન ભારત કોઈ કાર્યવાહી કરી શકે છે.’

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ બાબતે ધમકી પણ આપી દીધી. ફારુકીએ કહ્યું કે, ‘જો ભારત કોઈ કાર્યવાહી કરશે, તો પાકિસ્તાન  તેનો જવાબ આપશે.’ તેમણે એમ પણ કહ્યું કે ‘તુર્કી કશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં સમર્થનમાં છે જે ભાજપને હજમ નથી થઈ રહ્યું. ’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.