ટ્રમ્પે બળતામાં ઘી હોમ્યું, હવે ફેસબુક અને ટ્વીટરના સીઇઓ આવ્યા સામનેસામને

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટને ફેટ્ક ચેક કરીને ખોટું ગણાવી દીધુ છે. ટવીટરના આ પગલા બાદથી બબાલ થઇ ગઇ છે. ટ્વીટર દ્વારા ટ્રમ્પના ફેક્ટ ચેકિંગ પર ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકેરબર્ગે ટ્વીટરની આલોચના કરી છે.

માર્ક ઝૂકેરબર્ગે કહ્યું,’મારૂ માનવું છે કે, ફેસબુકને લોકો દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ પર કહેવામા આવતી દરેક વાત માટે ન્યાયકર્તા ન બનવું જોઇએ. અમારી યૂઝર પોલીસ ટ્વીટરથી તદ્દન અલગ છે. ખાનગી કંપનીઓને ખાસ કરીને આવું ન કરવું જોઇએ.’ ઝૂકરબર્ગે આ વાતો ફોકસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમા કહી છે.

ત્યાં જ આ વિવાદાસ્પદ ટ્વીટ પર ટ્વીટરના સીઇઓ જૈક ડોર્સીએ કહ્યું કે, તેમનું પ્લેટફોર્મ યૂઝર દ્વારા પસંદગી વિશે શેર કરવામાં આવેલ ખોટી અથવા વિવાદાસ્પદ જાણકારીને લઇ ફેક્ટ ચેકિંગ યથાવત રાખશે. ડીર્સીએ ટ્વીટ કરીને જણાવ્યું કે,’આ અમને સત્યના મધ્યસ્થ નથી બનાવતા, અમારો ઇરાદો વિરોધી નિવેદનોનું સત્ય જણાવવાનો છે. જેથી લોકો એવું નક્કી કરી શકે છે કે શું ખોટું છે અને શું નહી. અમારા માટે પારદર્શિતા વધુ મહત્વની છે.’

ઝૂકરબર્ગ અને ડોર્સીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ફૈક્ટ ચેકિંગ બાદ ટ્રમ્પે કહ્યું કે, તેઓ સોશિયલ મીડિયામાં કેન્દ્રીત કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરશે. બુધવારે ટ્રમ્પે ચેતવણીના ઇરાદે કહ્યું કે, તેઓ આ પ્રકારની વેબસાઇટને વિનિયમિત (રેગુલેટ) કરવાનું શરૂ કરશે. તમને જણાવી દઇએ કે, પ્રથમવાર ટ્રમ્પના કોઇ ટ્વીટને ટ્વીટરે ફેક્ટ ચેક કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.