વોશિન્ગટન: ટ્રમ્પ કમ્પેનએ બુધવારે અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ પરકેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે NYTએ 2016ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર રશિયા સાથે કરાર કરવાના ખોટા સમાચાર છાપ્યા હતા. NYTએ લખ્યું હતું કે 2016માં રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટરનને હરાવવા માટે ટ્રમ્પે રશિયા સાથે કરાર કર્યા હતા. આ રિપોર્ટ માર્ચ 2019માં ઓપિનિયન સેક્શનમાં ‘ધ રિયલ ટ્રમ્પ- રશિયા ક્વિડ પ્રો’ હેડલાઇન સાથે પ્રકાશિત થયો હતો.આ આર્ટિકલ ન્યૂયોર્ક ટાઇમ્સના પૂર્વ કાર્યકારી સંપાદક મેક્સ ફ્રેંકલે લખ્યો હતો. તેમાં ટ્રમ્પના અમુક અધિકારીઓ અને રશિયાના દૂતો વચ્ચે થયેલી વાતચીત અંગે લખવામાં આવ્યું હતું. ફ્રેંકલે સ્પષ્ટપણે લખ્યું હતું કે ટ્રમ્પ કેમ્પેન અને રશિયાના અધિકારીઓએ હિલેરીને હરાવવા માટે સોદો કર્યો હતો.
ટ્રમ્પના વરિષ્ઠ કાયદાકીય સલાહકાર જેના ઇલિસે કહ્યું કે આ આર્ટિકલ કોઇ પણ પ્રકારના પુરાવા વિના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. કેસનો ઉદ્દેશ્ય ટ્રમ્પ વિરુદ્ધ જાણીજોઇને ખોટા રિપોર્ટ પ્રકાશિત કરવા બદલ સમાચાર સંગઠનને જવાબદાર ઠેરવવાનો છે. આ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે બુધવારે જવાબ આપ્યો કે તેમનું અખબાર આ કેસ વિરુદ્ધ કાયદાકીય લડત લડશે. NYTના પ્રવક્તા એલીન મર્ફીએ કહ્યું કે ટ્રમ્પ કેમ્પેનએ ઓપિનિયન રાઇટરને તેમના વિચારો માટે સજા અપાવવા માટે કોર્ટનો સહારો લીધો છે. દેશના કાયદા અમેરિકાન્સના અધિકારો અને અભિવ્યક્તિની આઝાદીની રક્ષા કરે છે. ખાસ કરીને સાર્વજનિક ઘટનાઓ પર અમે મુક્તપણે અમારા વિચાર રજૂ કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.