અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા આખી અમેરિકાની સરકારે હાશકાર અનુભવ્યો છે.
હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા નથી. શુક્રવારે જ ટ્રમ્પે ટેસ્ટ કરાવ્યો હતો અને 24 કલાકમાં તેનુ રિઝલ્ટ આવી ચુક્યુ છે.
રાષ્ટ્રપતિના ડોક્ટર સીન કોનલીએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ સાથે ગઈ રાતે કોરોના પર લાંબી ચર્ચા થઈ છે. મને જાણકારી મળી છે કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાએ દુનિયાના ઘણા જાણીતા નેતાઓને પણ ચપેટમાં લીધા છે. જેમ કે કેનેડાના પીએમ ટ્રુડોના પત્ની કોરોના પોઝિટિવ છે. બ્રિટનના ગૃહ મંત્રી અને ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રીને પણ કોરોનાની અસર થઈ છે.
હવે એવા ખબર આવી રહ્યા છે કે, સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝના પત્ની પણ કોરોના પોઝિટિવ છે. અમેરિકાની સાથે સાથે સ્પેનમાં પણ ઈમરજન્સી જાહેર કરાઈ છે. કારણકે સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 136 લોકોના મોત થયા છે. બીજા 1500 દર્દીઓ પણ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.